મનોજ બાજપેયી માથે અબીલનો તિલક અને હાથમાં ફૂલ સાથે નજરે આવ્યો
મુંબઈ, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા એક્ટર મનોજ બાજપેયી હાલમાં ઝારખંડની રાજધાની રાંચીમાં તેમની અપકમિંગ ફિલ્મ ‘જાેરમ’નું શૂટિંગ કરી રહ્યાં છે. શૂટિંગમાંથી બ્રેક મળતાં જ મનોજ બાજપેયી મંગળવારે બાબા બૈધનાથ જ્યોતિર્લિંગનાં દર્શન કરવાં પહોંચી ગયા હતાં.
બાબાનાં દર્શનનો એક વીડિયો તેમણે તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે જ્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. વીડિયોમાં નજર આવે છે. મનોજ બાજપેયીએ માથે અબીલનો તિલક કર્યો છે અને હાથ જાેડીને પૂજા કરી રહ્યાં છે.
આ વીડિયો શેર કરતાં તેમણે લખ્યું છે, ‘બાબા ધામ દેવધર ગયો. આટલાં વર્ષો મારી રક્ષા કરવાં, મને અને મારા પરિવારને આશીર્વાદ આપવાં માટે ભોળેનાથનો આભાર’ આપને જણાવી દઇએ કે, મનોજ બાજપેયીએ ૧૮ વર્ષની ઉંમરે તેમની ધાર્મિક યાત્રા શરૂ કરી હતી. તે તેમની કાંવડ યાત્રા માટે ગમગા નદીનું પવિત્ર જલ લાવ્યાં અને સુલ્તાનગજથી દેવધરની યાત્રા કરતાં હતાં અને આશરે ૧૦૦ કિમી પગપાળા ચાલતા હતાં.
બાબા બૈધનાથ ધામ જ્યોતિર્લિંગ પર તે પવિત્ર જળ ચઢાવતાં અને ત્યારથી જ મનોજને આ વિશ્વાસ થઇ ગયો હતો કે, દેવધર ભોલેબાબાનાં આશીર્વાદથી જ તેમની યાત્રા સંભવ થઇ રહી છે. બાબા પર મનોજ બાજપેયીને અતૂટ વિશ્વાસ છે.
મનોજ બાજપેયીનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, છેલ્લે મિલાપ જાવરીની ફિલ્મ ‘સત્યમેવ જયતે’માં નજર આવ્યા હતાં. હાલમાં તે તેમની અપકમિંગ ફિલ્મ ‘જાેરમ’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે જ તેની સુપરહિટ વેબ સિરીઝ ફેમિલી મેનનો ત્રીજાે પાર્ટ પણ આ વર્ષનાં અંત સુધીમાં રિલીઝ થાય તેવી શક્યતાઓ છે.SSS