મનોરંજનની સાથે આવક અને પાર્ટ ટાઇમ નોકરી,’ સુરતના યુવાને ગુમાવ્યા ૧ લાખ રૂપિયા
સુરત,લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે.’ આ કહેવત તમે સાંભળી જ હશે. આ કહેવતને સાર્થક કરતા બનાવો પણ અવારનવાર સામે આવતા રહે છે. એટલે કે લોકો વિવિધ લાલચમાં આવીને છેતરપિંડીની ભોગ બનતા હોય છે.
સુરતમાં મોબાઇલ કંપનીના સેલ્સ ઓફિસર યુવાનને પ્લેબોય કંપનીમાં એન્જાેયમેન્ટની સાથે આવક અને પાર્ટ ટાઇમ જાેબની ઑફર કરી અલગ-અલગ ચાર્જના નામે રૂ. ૧.૦૮ લાખ પડાવી લીધાનો બનાવ સામે આવ્યો છે.
આ મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે.મજાની સાથે આવક અને પાર્ટ ટાઇમ જાેબની ઑફરમાં સુરતના યુવાને રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા મોબાઇલ કંપનીના સેલ્સ ઓફિસર તરીકે કામ કરતા યુવકને ગત ૧૮ એપ્રિલે ધારા નામની યુવતીનો કૉલ આવ્યો હતો.
ધારાએ તમારે નોકરીની જરૂરિયાત હોય તો મારો મોબાઇલ નંબર સેવ કરી મેસેજ મોકલો એમ જણાવ્યું હતું. જેથી યુવકે હાનો મેસેજ કરતો રિપ્લાય આવ્યો હતો. સામેથી જવાબ આપ્યો હતો કે, “હેલો સર, અમારી કંપની પ્લેબોય સર્વિસ પ્રોવાઇડ કરે છે અને એન્જાેયમેન્ટની સાથે ઇન્કમ અને પાર્ટ ટાઇમ જાેબ ઓફર કરે છે.
જેમાં હાઇ પ્રોફાઇલ મહિલાઓ સાથે ટાઇમ સ્પેન્ટ, જેમ કે પાર્ટી, ઇવેન્ટ, ટુર અને સેક્સમાં પણ તમે ઇનવોલ્વ થઇ શકશો. પર ડેના ૧૫ હજાર અને સાથે નાઇટ સ્પેન્ટ કરો તો મિનિમમ ૨૫ હજાર મળશે. જાે તમે ઇન્ટેરસ્ટેડ હોવ તો અમારી કંપનીના મેમ્બર બનવા ૩૯૯ રૂપિયા ગૂગલ પે, ફોન પે અને યુપીઆઇથી ભરવા પડશે.”hs3kp