ગોવાના પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ઉત્પલે ભાજપનો સાથ છોડ્યો

નવી દિલ્હી, ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે. મહત્વનું છે કે ઉત્પલે થોડા દિવસ પહેલા પણજી વિધાનસભા ક્ષેત્રથી અપક્ષ ઉમેદવારના રૂપમાં ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી હતી.
મહત્વનું છે કે ઉત્પલને ભાજપ દ્વારા સતત મનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પરંતુ તે પાર્ટી દ્વારા પણજીથી ટિકિટ ન મળવાથી નારાજ હતો.
પણજી સીટથી ભાજપના ઉમેદવાર અતાનાસિયો મોનસેરેટે શુક્રવારે કહ્યુ કે, પાર્ટીએ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરને કોઈપણ વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડાવવાની વિનંતી કરતા મનાવવાનો પ્રયાસ કર્યો. મોનસેરેટે કહ્યુ, પાર્ટીએ તેને મનાવવાના તમામ પ્રયાસ કર્યા છે.
મને વિશ્વાસ છે કગે જાે તેમના પિતા મનોહર પર્રિકર જીવતા હોય તો તે આ વાત ક્યારેય થવા દેત નહીં. ભાજપે ગુરૂવારે ગોવા વિધાનસભા ચૂંટણી માટે ૩૪ ઉમેદવારોની યાદી જાહેર કગરી હતી. જેમાં પાર્ટીએ ઉત્પલને ટિકિટ આપી નહીં. ઉત્પલ પણજી વિધાનસભા સીટથી ટિકિટ માંગી રહ્યો હતો.
મહત્વનું છે કે ભાજપે ઉત્પલ પર્રિકરને બે સીટોથી ચૂંટણી લડવાની રજૂઆત કરી હતી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ સંબંધમાં કહ્યુ કે, પાર્ટીના રાષ્ટ્રીય નેતા ઉત્પલના સંપર્કમાં છે. શિવનેસાએ આ પહેલા કહ્યુ હતુ કે જાે ઉત્પલ અપક્ષ ચૂંટણી લડી રહ્યો છે તો તે તેનું સમર્થન કરશે.
શિવસેનાના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા મોનસેરેટે કહ્યુ કે, ગોવામાં શિવસેનાનો કોઈ આધાર નથી. તેમણે પહેલા પણ પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું પરંતુ ગોવામાં કોઈ સફળતા મળી નહીં.SSS