Western Times News

Gujarati News

મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર પણજીથી ચૂંટણી હારી ગયા

પણજી, ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર પણજીથી ચૂંટણી હારી ગયા છે. ભાજપ તરફથી ટિકિટ ન મળતા ઉત્પલ પર્રિકરે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

ઉત્પલ પર્રિકર અને ગોવા બીજેપી વચ્ચે લાંબા સમયથી ટક્કર ચાલી રહી હતી, પરંતુ જ્યારે ભાજપે ઉત્પલને પણજી સીટ પર ટિકિટ ન આપી, ત્યારે તેમણે અપક્ષ તરીકે જવાનું નક્કી કર્યું. ઉત્પલે ભાજપના ઉમેદવાર પર ઘણા આરોપો લગાવ્યા અને કહ્યું કે તેમને આ સીટ પરથી ચૂંટવામાં ન આવે.

મનોહર પર્રિકર લાંબા સમયથી આ સીટ પર ધારાસભ્ય હતા. પણજીથી હાર બાદ ઉત્પલ પર્રિકરે કહ્યું, ‘હું મારી લડાઈથી સંતુષ્ટ છું પરંતુ પરિણામોથી થોડો નિરાશ છું’. જણાવી દઈએ કે ભાજપે પણજી વિધાનસભા સીટ પરથી બાબુશ મોન્સરેટને ટિકિટ આપી હતી.

મનોહર પર્રિકરને ભાજપના એવા નેતાઓમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેમનું સન્માન અને સમર્થન ભાજપની સાથે દરેક પાર્ટીમાં હતું. તેમના પુત્ર ઉત્પલ પર્રિકર ગોવામાં તેમના રાજકીય વારસા માટે સૌથી અગ્રણી દાવેદાર હોવાનું માનવામાં આવતું હતું. એ અલગ વાત છે કે મનોહર પર્રિકરે જીવતા તેમના પુત્ર ઉત્પલ માટે કોઈ રાજકીય પ્લેટફોર્મ બનાવવાનું કોઈ કામ કર્યું નથી. તેમના મૃત્યુ બાદ પ્રમોદ સાવંતને ગોવામાં મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. જેમને પર્રિકરની ખૂબ જ નજીક માનવામાં આવતી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.