મનોહારી ગોલ્ડ ટી ૯૯૯૯૯ પ્રતિ કિલોના જંગી ભાવે વેચાઈ
નવી દિલ્હી, આસામ ચાની જાણીતી અને રેર વેરાયટી ‘મનોહારી ગોલ્ડએ રેકોર્ડ તોડ્યો છે. દિબ્રુગઢ જિલ્લાની આ વિશેષ ચાની મંગળવારે ૯૯,૯૯૯ રૂપિયા પ્રતિ કિલોના ભાવે હરાજી કરવામાં આવી. દેશમાં કોઈપણ ચાની હરાજીમાં આ અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે.
રેકોર્ડ બ્રેક ટી સેલિંગ વિશે એક અધિકારીએ આ જાણકારી આપી. ગુવાહાટીના જથ્થાબંધ વેપારી સૌરભ ટી ટ્રેડર્સે આ ચા માટે બોલી લગાવી હતી અને તેઓ જીત્યા પણ હતા. ગુવાહાટી ટી ઓક્શન સેન્ટરના સેક્રેટરી પ્રિયનુજ દત્તાએ જણાવ્યું કે મનોહારી ટી ગાર્ડને પોતાની મનોહારી ગોલ્ડ વેરાયટીની ચા સૌરભ ટી ટ્રેડર્સને રૂ. ૯૯,૯૯૯માં વેચી હતી. દત્તાએ કહ્યું. દેશમાં ચાના વેચાણ અને ખરીદમાં આ અત્યાર સુધીની સૌથી ઊંચી હરાજીની કિંમત છે.
મનોહારી ટી એસ્ટેટના માલિક રાજન લોહિયાએ જણાવ્યું કે, સૂરજનું પહેલું કિરણ પડે તે પહેલા ચા પત્તીને તોડી લેવામાં આવે છે. જ્યારે તેને તોડવામાં આવે ત્યારે તેનો કલર લીલો હોય છે પરંતુ ફર્મટેશન પ્રોસેસમાંથી પસાર થયા બાદ તેનો રંગ ભૂરો બને છે. અંતે તે સુકાઈ જાય ત્યારે સોનેરી રંગ પકડે છે.
તેમણે ઉમેર્યું કે, અમે આ પ્રકારની પ્રીમિયમ ક્વોલિટીવાળી સ્પેશિયલ ચાનું ઉત્પાદન ગ્રાહકો અને જાણકાર લોકોની ઉચ્ચ માંગના આધારે કરીએ છીએ. તેમણે કહ્યું કે ચમકીલા પીળા રંગની ચાનો સ્વાદ સુખદ હોય છે, અને તે ઘણાં સ્વાસ્થ્ય લાભો માટે જાણીતી છે. મનોહારી ગોલ્ડ ટી જુલાઈ ૨૦૧૯માં હરાજીમાં ૫૦,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોના હિસાબે વેચવામાં આવી હતી, જે તે સમયે સૌથી ઊંચી હરાજી કિંમત હતી.
જાે કે, આ રેકોર્ડ એક મહિનાની અંદર તૂટી ગયો, જ્યારે અરુણાચલ પ્રદેશના ડોની પોલો ટી એસ્ટેટ દ્વારા નિર્મિત ‘ગોલ્ડન નેડલ્સ ટી’ અને આસામમાં ડીકોન ટી એસ્ટેટની ‘ગોલ્ડન બટરફ્લાય ટી’ ય્છઝ્રની અલગ-અલગ હરાજીમાં રૂ. ૭૫,૦૦૦ પ્રતિ કિલોના હિસાબે વેચાઈ હતી.
રિપોર્ટ મુજબ, ૨૦૧૬-૧૭માં ગુવાહાટી ટી ઓક્શન સેન્ટરમાં લગભગ ૧૭.૪૧ કરોડ કિલો ચા વેચવામાં આવી હતી અને ૨૦૧૭-૧૮માં આ આંકડો વધીને ૧૮.૪૪ કરોડ કિલો, ૨૦૧૮-૧૯માં ૧૮.૨૯ કરોડ કિલો અને ૨૦૧૯-૨૦માં ૧૬.૨૨ કરોડ કિલોગ્રામ થયો હતો.SSS