Western Times News

Gujarati News

મનો દિવ્યાંગ બાળકો માટે યોજાયેલા સમર કેમ્પનુ સમાપન

હાલના કોરોનાના મહામારીમાં ઘણા સમયથી સંસ્થાઓ બંધ છે. ત્યારે મનોદિવ્યાંગ બાળકોની સ્થિતિ કફોડી બની ગઈ છે.ઘરમાં રહીને તે વધુ જિદ્દી,ચીડિયાં, હાઇપર બની રહ્યાં છે.એક્ટિવિટી વગર આ બાળકો નો સર્વાંગીવિકાસ રૂંધાઈ રહ્યો છે.

મેમનગરમાં આવેલ નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ * દ્વારા છેલ્લા ૧૨ મહિનાથી ઓનલાઇન શિક્ષણ તાલીમ  આપવા નો એક યજ્ઞ ચાલી રહ્યો છે. જેનો હેતુ “મનોદિવ્યાંગ” બાળકોને ઘરે બેઠા ઍક્ટિવિટી આપી માનસિક વિકાસ કરવાનો છે.

જેના ભાગરુપે એક મહિનાનો સમર કેમ્પ તા. *૩ મે* *થી ૫ જુન* દરમ્યાન યોજાઈ ગયો જેમાં અમદાવાદ સિવાયના અન્ય શહેરો ભરૂચ, અંકલેશ્વર,બરોડા સુરત,કચ્છ, મહેસાણા, જુનાગઢ,  ભાવનગર,મુંબઈ  ના પણ બાળકો જોડાયાં હતાં.સોમથી શનિ રોજ સવારે 10 થી 12 માં ચાલતા આ સમર કેમ્પ  રોજ સવારે પ્રથમ સેશન યોગા અને ડાન્સ તથા બીજા સેશનમાં આર્ટ અને ક્રાફ્ટ શીખવવામાં   આવતાં હતાં.

દર શનિવારે વાલીઓને પ્રેરણા મળી રહે તે માટે સક્સેસફુલ સ્પેશ્યલ ચાઈલ્ડ ની મોટિવેશનલ સ્પીચ અને હરીફાઈનું આયોજન કરવામાં આવતુ હતું.  ક્રાફ્ટ પ્રવૃત્તિ અંતર્ગત બાળકોએ ફ્લાવર પોટ, ગ્લાસ પેઇન્ટિંગ, બોટલ ડેકોરેશન્સ, કાર્ડબોર્ડ પેઈન્ટીંગ, મટકી ડેકોરેશન્સ કર્યાં હતાં.હરીફાઈઓમાં ગોલગપ્પા હરિફાઈ ,ચિત્ર હરિફાઇ ,વાનગી હરિફાઇ અને ફેન્સી ડ્રેસ હરિફાઈ ના આયોજન કર્યાં હતાં.જેના વિજેતા થનારને ઓનલાઇન કેશ પ્રાઈઝ ચૂકવવામાં આવી હતી.

આ સમર કેમ્પમાં બાળકો અને વાલીઓને ખૂબજ મજા આવતી હતી.બાળકો રસપૂર્વક ભાગ લેતા હતા. અને એમની ઇચ્છા હતી કે જ્યાં સુધી શાળાઓ ન ખૂલે ત્યાં સુધી આ પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ.   આ સમર કેમ્પનું સંચાલન સંસ્થા વતી *કૃતિકા પ્રજાપતિ અને સંગીતા પંચાલ એ* કર્યું   હતું.મોટિવેશનલ સ્પીચ ના પ્રેરણાદાયી બાળકો જય ગાંગડિયા, ઓમ વ્યાસ,આર્જવ ઓઝા,મંત્ર હરખાણી રહ્યાં હતાં.સ્પોર્ટ્સ ને લગતી તાલીમ *ગૌરાંગ શીન્દે* એ અને લાફિંગ યોગા ની તાલીમ *ડો.સુભાષ આપ્ટે* એ આપી હતી .

પ્રાણાયામ- યોગા *હેતલબેન શાહે* ખુબજ સુંદર રીતે બાળકોને શીખવ્યાં હતાં.હરીફાઈમાં જજ તરીકે કોન્ટી શાહ,  ઉન્નતી પંચાલ*અને બીજલબેન હરખાણી*  ની ભૂમિકા મહત્ત્વની રહી હતી. જજ તરીકે ઇનામો પણ તેમણે જ સ્પોન્સર  કર્યાં હતાં.આપ સૌના સાથ સહકારથી એક મહિનાનો ઓનલાઈન   સમરકેમ્પ ખૂબ જ યાદગાર બની ગયો હતો. ગુજરાતમાં માત્ર આ જ સંસ્થાએ આ પ્રકારનો કેમ્પ આયોજિત  કર્યો હતો બાળકોને પ્રવૃત્તિમય રાખવા સંસ્થા કટિબધ્ધ છે.

આજે છેલ્લા દિવસે વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી ના ભાગ રૂપે રાખેલ ફેન્સી ડ્રેસ હરિફાઈમાં બાળકોએ વિવિધ પ્રકારના ડ્રેસિંગ મા રેમ્પ વોક કર્યુ હતુ.જેમાં માસ્ક નો ડ્રેસ, વૃક્ષ, પાન,ફુલ,ફળ,પર્વત, નદી જેવા પર્યાવરણ ને લગતા ડ્રેસ આકર્ષણ બન્યા હતા.આ કોમ્પીટીશન મા શ્રેષ્ઠ( 6) બાળકોને  બેસ્ટ ડ્રેસ ના ઑનલાઈન કેશ પ્રાઈઝ ચૂકવી હતી. ભાગ લેનાર સૌ લાભાર્થીઓ ઓ નો આભાર માની આ સમર કેમ્પ નુ સમાપન જાહેર કરવામાં આવ્યુ હતુ. નિલેશ પંચાલ         (સંચાલક)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.