મન કી બાત : મોદીએ મંદિર ચુકાદાનો ફરી કરેલો ઉલ્લેખ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ૫૯માં મન કી બાત કાર્યક્રમ એપિસોડમાં જુદા જુદા વિષય પર વાત કરી હતી. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના હાલમાં આવેલા ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરીને દેશવાસીઓને શાંતિ જાળવી રાખવા માટે દેશના લોકોની પ્રશંસા કરી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યુ હતુ કે દેશવાસીઓએ આ ચુકાદા વેળા શાંતિ જાળવી રાખી હતી. ચુકાદા બાદ દેશના લોકોએ દેશહિતને સર્વોચ્ચ રાખીને શાંતિ જાળવી હતી.
દેશના લોકોએ એકતાનો દાખલો બેસાડ્યો હતો. મોદીએ મન કી બાત કાર્યક્રમમાં એનસીસી દિવસ, આર્મ્ડ ફોર્સેસ ફ્લેગ દિવસ અને ફિટ ઈન્ડિયા મુવમેન્ટ જેવા કાર્યક્રમને લઇને તમામ લોકોની પ્રશંસા કરી હતી. સાથે સાથે આ દિવસના મહત્વ પર વાત કરી હતી. એનસીસી કેડેટસની વાત કરતા મોદીએ તેમને આ દિવસ બદલ શુભેચ્છા પાઠવી હતી.
નાગાલેન્ડ અને અન્ય મામલામાં કેટલાક લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. મોદીએ ફિલ્મો અને ભારતમાં ફરવા માટે ક્યા જવુ જાઇએ તેની સાથે જાડાયેલા પ્રશ્નોના જવાબો આપ્યા હતા. તેમણે કહ્યુહતુ કે તેમને ટીવી અને મુવીમાં રસ નથી. તેમને પુસ્તકો વાંચવા માટેનો પણ સમય મળી શકતો નથી. તેમણે ઉમેર્યુ હતુ કે અન્યોની જેમ તેમની પણ થોડીક ટેવ બગડી ગઇ છે. તેઓ પોતે પણ ચીજા માટે ગુગલ અને અન્ય સર્ચની મદદ લેવા લાગી ગયા છે.
મોદીએકહ્યુ હતુ કે હિમાલય તેમને ખુબ પ્રિય છે. જા કોઇ કુદરતની નજીક રહેવા માટે ઇચ્છુક છે તો તેઓ નોર્થ ઇસ્ટ જવા માટે આયોજન કરી શકે છે. પીએમે સાતમી ડિસેમ્બરના દિવસે આવનાર આર્મ્ડ ફોર્સેજ ફ્લેગ દિવસને લઇને તમામ જવાનોને યાદ કર્યા હતા. તેમના પરાક્રમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે અમે તેમના બલિદાનને યાદ તો કરીએ છીએ પરંતુ તેમનામાં યોગદાન પણ આપી રહ્યા છીએ.
મોદીએ કહ્યુ હતુ કે આ દિવસે તમામને આગળ આવવાની જરૂર હોય છે. તમામની પાસે આર્મ્ડ ફોર્સેસના ફ્લેગ રહે તે જરૂરી છે. મોદીએ તમામને જવાનોની કટિબદ્ધતા પ્રત્યે તેમની કટિબદ્ધતા વ્યક્ત કરે તે જરૂરી છે. મોદીએ ફરી એકવાર ફિટ ઈન્ડિયા મુવમેન્ટની પણ વાત કરી હતી. ફિટ ઈન્ડિયા મુવમેન્ટનો હિસ્સો બનવા માટે મોદીએ તમામ સ્કુલી બાળકો, અને અન્યોને અપીલ કરી હતી.
સ્વસ્થ ભારતનુ નિર્માણ કરવા માટે તમામ લોકો આગળ આવે તે જરૂરી છે. મોદીએ નવમી નવેમ્બરના દિવસે આવેલા અયોધ્યા ચુકાદાનો ઉલ્લેખ કરીને લોકોની ભાવનાની પ્રશસા કરી હતી.છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલી કાયદાકીય લડાઇ, ૪૦ દિવસ સુધી સતત ચાલેલી મેરેથોન સુનાવણી બાદ આખરે નવમી નવેમ્બરના દિવસે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રિમ કોર્ટે સંપૂર્ણ વિવાદાસ્પદ જમીન રામલલા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો હતો.