મફત સફરજન ન આપનારી સગર્ભાને મારનાર પોલીસ કર્મી સામે ત્રણ વર્ષે ગુનો નોંધાયો

પ્રતિકાત્મક
વિરાટનગર કેનાલ પાસે શાકભાજીની લારી ચલાવતાં પરિવાર પાસે મફત ફ્રૂટ માંગી બોલાચાલી કરનાર સામે ફરિયાદ નોંધાતા આ મામલે મહિલા ક્રાઈમ બ્રાંચના ACP મિની જાેસેફ તપાસ કરી રહ્યાં છે.
અમદાવાદ, નિકોલમાં બે વર્ષ પહેલાં વિરાટનગર કેનાલ પાસે શાકભાજીની લારી ચલાવતાં પરિવાર પાસે મફત ફ્રૂટ માંગી બોલાચાલી કરનાર પોલીસકર્મીએ ગર્ભવતીના પેટના ભાગે લાત મારી તેના પતિ અને સાસુને માર મારવાનો મામલો કોર્ટે પહોંચતાં કોર્ટના આદેશ બાદ મહિલા એસીપીને તપાસ સોંપાઈ હતી. જેમાં નિકોલ પોલીસે જે તે સમયે ફરજ બજાવતા પોલીસકર્મી સામે ગુનો નોંધ્યો છે.
ઓઢવ પેપીંગ સ્ટેશનની બાજુમાં રહેતા મુન્નીબહેન પટણીએ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. મુન્ની તેમના પતિ તથા બાળકો સાથે રહે છે પતિ વિરાટનગર ખાતે આવેલા વેરાની બાજુમાં ફ્રુટની લારી રાખી વેપાર કરે છે. વર્ષ ૨૦૧૯માં વિરાટનગર કેનાલ ખાતે રોડની સાઈડ ઉપર ફ્રુટની લારી રાખી તેઓ વેપાર કરતા હતા. દરમિયાનમાં સાંજના ચાર વાગ્યાની આસપાસ અવારનવાર મફત ફ્રૂટ લેવા નિકોલ પોલીસ સ્ટેશનની સરકારી જીપ આવતી હતી. જેમાં સરકારી જીપમાં ત્રણેક પોલીસવાળા બેઠેલા હતા.
જે પોલીસવાળામાંથી એક પોલીસવાળા ભાઈએ મુન્ની પાસે પાંચ કિલો જેટલા સફરજન મફત માંગ્યા હતા. મુન્નીબહેને એક કિલો સફરજન પોલીસવાળાને આપ્યા હતા. ત્યારબાદ મુન્નીએ મુળભાવે પોલીસવાળા પાસે માંગ્યા હતા, જેથી પોલીસવાળો તેમના પર ઉશ્કેરાઈ ગયો હતો અને તેમને ગાળો બોલી હતી.
બીજી તરફ જે તે સમયે નિકોલ પોલીસે ૫૦ના ટોળા સામે પોલીસ ઉપર હુમલા અને પોલીસના વાહનોની તોડફોડનો ગુનો નોંધીને લોકોને લાઠીચાર્જ કર્યાે હતો.
પોલીસવાળાઓએ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ચર્ચા કરતાં અન્ય સરકારી ગાડી આવી હતી. ત્યાર બાદ મુન્નીબહેનના પતિને માલસામાન સાથે નિકોલ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા. ત્યારબાદ મુન્નીબહેનની માતાએ દવાખાને ગયા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહ્યું હોવા છતાં પણ નિકોલ પોલીસે તેમની ફરિયાદ લીધી નહોતી અને તેમને સેન્ટ્રલ જેલમાં મોકલી દીધા હતા.
મુન્નીબહેને હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. જેથી હાઈકોર્ટના ફરિયાદના આદેશ બાદ ફરીયાદ કરવા જતાં દિલીપસિંહ નામના પોલીસ કર્મચારી તથા તેની સાથેના કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપી પોલીસ કર્મચારી તથા તેની સાથેના કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે
અને આરોપી પોલીસ કર્મચારી દિલીપસિંહ મુન્નીબહેનના પતિ જ્યારે લોકઅપમાં રાખ્યા હતા તે પહેલાં તેમના ખિસ્સામાંથી મોબાઈલ અને ૫૦૦૦ રૂપિયા પણ પડાવી લીધા હતા. તે આજદિન સુધી પરત આપ્યા ન હતા. હાઈકોર્ટે બે વર્ષ બાદ ફરિયાદ નોંધવાનો આદેશ આપતાં પોલીસ કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. સમગ્ર બાબતને લઈ ફરિયાદ નોંધાતા આ મામલે મહિલા ક્રાઈમ બ્રાંચના એસીપી મિની જાેસેફ તપાસ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે શહેરના ચાંદખેડા વિસ્તારના તપોવન સર્કલ ખાતે ૭૦ વર્ષીય વૃદ્ધ દંપતીને ઘરમાંથી ઢસડીને ગેરકાયદે લોકઅપમાં લઈ જવાની ઘટનામાં પોલીસ દ્વારા આ વૃદ્ધ દંપતીને ઢોર માર મારવાના મુદ્દે ઊહાપોહ મચી જવા પામ્યો હતો. ત્યારે વૃદ્ધે હાઈકોર્ટમાં રિટ કરી હતી. રિટ પિટિશનમાં પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારી સહિત જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તથા વૃદ્ધ દંપતીને વળતરની ચુકવણી કરવાની માંગણી કરાઈ હતી.