મફાભાઈ માળી ર૦ વર્ષથી કરી રહયા છે બીમાર ગાયોની સેવા

બનાસકાંઠા, બનાસકાંઠા જીલ્લાની ટેટોડા ગૌશાળા ખાતે છેલ્લા વીસ વર્ષથી એક સુખી અને સંપન્ન પરીવારના આધેડ ગૌમાતાની નિસ્વાર્થ સેવા કરી રહયા છે. આ અંગે વધુ વિગતો આપતાં અમારા ધાનેરાના સંવાદદાતા ભરત બી.પરમાર નો અહેવાલ જણાવે છે. કે, ઘરનું ભાથું અને ભાડુ લઈ ધાનેરાથી નિયમીત ટેડોડાની રાજારામ ગૌશાળામાં અસ્કન અને બીમાર ગાયોની સેવા કરે છે.
આગૌભકતનું નામ છે. મફાભાઈ કેસાજી માળી ૬ઢ વર્ષીય મફાભાઈ છેલ્લા ર૦ વર્ષથી ગૌશાળાની હોસ્પિટલના વોર્ડમાં રાખવામાં આવેલી બીમાર અસ્કત અને અકસ્માતમાં ઈજા પામેલ ગાયોના વોર્ડની દેખરેખ સાથે સેવા કરે છે. ર૦ વર્ષથી સેવા કરનાર મફાભાઈએ જણાવ્યું હતું કે હું રોજ સવારે ૮ વાગે ગૌશાળામાં આવી જાઉં છું.
અને મારું ટીફીન પણ સાથે લઈ આવું છું અને દિવસ દરમ્યાન બીમાર તેમજ અકસ્માતમાં ઈજા પામેલી ગાયોની સતત સેવા કરું છું. જેમાં દિવસ દરમ્યાન આ ગાયોને ફેરવવી તેમજ તેમને દવાઓ પણ આપું છું એક પશુ ડોકટર જેટલું તેમને દવાઓનું પણ જ્ઞાન હોઈ તેઓ સતત ગાયોને સેવામાં મગ્ન રહે છે. અને સાંજે પાંચેક વાગે પરત પોતાના ધાનેરા જાય છે. આમ તો મફાભાઈ સુખી સંપન્ન પરીવાર ધરાવે છે. અને સુખી પરીવારમાંથી આવતા હોવા છતાં માત્ર ગૌસેવાને જીવનમંત્ર બનાવી નિસ્વાર્થ સેવાઓ આપી રહયા છે.