મમતાજીએ મને મોદીની મિટિંગ બાયકોટ કરવા માટે કહ્યું હતુંઃ રાજયપાલ
કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની વધુ એક સચ્ચાઈ સામે આવી છે, વારંવાર તેમની સાથે અણબનાવનો શિકાર બનતા ગવર્નર જગદીપ ધનખડે ઁ વડાપ્રધાન મોદી સાથેની મિટિંગને લઈ મોટો ઘટસ્ફોટ કર્યો છે. ગવર્નર જગદીપ ધનખડએ મુખ્યમંત્રી મમતા પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમણે મને મોદીની મિટિંગ બાયકોટ કરવા માટે કહ્યું હતું. ગવર્નરે ટિ્વટ કરીને દાવા સાથે કહ્યું કે મુખ્યમંત્રી મમતાએ મિટિંગના એક દિવસ પહેલા મને મેસેજ કર્યો હતો. તેમણે મેસેજમાં મને સંકેત આપ્યા કે શુભેન્દુ અધિકારીઓની બેઠકમાં બોલાવ્યા છે તો તે પોતે મિટિંગ બાયકોટ કરી શકે છે.
ગવર્નરે વધુમાં લખ્યું છે કે, “ખોટા નિવેદનોથી લાચાર થઈ હવે હું સીધો રેકોર્ડ લખવા જઈ રહ્યો છું. ૨૭ મે એ રાત્રે સવા અગિયાર વાગ્યે મમતા બેનર્જીએ મને મેસેજ કર્યો હતો કે શું હું વાત કરી શકું છું. ખૂબ જ અર્જન્ટ છે. ત્યારપછી તેમણે ફોન પર સંકેત આપ્યા કે તે પોતે અને તેમના અધિકારીઓ મોદીની મિટિંગ બાયકોટ કરી શકે છે,
જાે તેમણે વિપક્ષના શુભેન્દુ નેતાને પણ આ મિટિંગમાં સામેલ કર્યા છે તો.” આ રીતે સરકારની સેવા કરવાની નીતિ પર અહંકારે સ્થાન લીધું. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી બંગાળ અને ઓડિશામાં આવેલ વાવાઝોડા યાસને કારણે થયેલ નુકશાનની સમીક્ષા કરવા માટે ગયા હતા.
કેન્દ્ર સરકાર અને મમતા બેનર્જી વચ્ચે ચાલી રહેલ ઘમસાણમાં પણ મમતાએ મોટી ચાલ રમી છે, તેમણે અલપન બંદોપાધ્યાયને પોતાના મુખ્ય સલાહકાર બનાવવાનું એલાન કર્યું છે, આટલેથી ન અટકતા મમતાએ કહ્યું જે તેઓ મંગળવારથી જ કામ શરૂ કરી દેશે. જ્યારે મુખ્ય સચિવની જવાબદારી હરિકૃષ્ણ દ્વિવેદીને સોમવારે જ સોંપવામાં આવી છે.