મમતાજીના સુરક્ષા ઘેરામાં કોઇ ઘુસી હુમલો કરે તે સમજથી પર : સાધ્વી
ફતેહપુર: ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સાઘ્વી નિંરંજન જયોતિએ મમતા બેનર્જી પર થયેલ હુમલા પર મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે સુરક્ષા ઘેરામાં કોઇનું ઘુસવું અને હુમલો કરવા એ સમજથી પર છે જાે આમ થયું છે તો મમતાએ રાજીનામુ આપી દેવું જાેઇએ
તેમણે કહ્યું કે મમતા બેનર્જી દરેક યુક્તિઓ અપનાવી રહ્યાં છે મુખ્યમંત્રીની કડક સુરક્ષા હોય છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પર ત્યારબાદ પણ કોઇ હુમલો કરી દે તો મુખ્યમંત્રી પોતાની સુરક્ષા ન કરી શકે તો બંગાળના લોકોની શું સુરક્ષા કરશે આ ધટના મમતાજીનો ષડયંત્ર છે
કારણ કે ત્યાંથી તેઓ હારતા જાેવા મળી રહ્યું છે. મુખ્યમંત્રીની ખુબ કડક સુરક્ષા હોય છે સુરક્ષામાં કોઇનું ધુસવુ અને હુમલો કરવો તે સમજની પર છે જાે આમ થયું તો મમતા રાજીનામુ આપી દેવું જાેઇએ
સાધ્વી નિરંજન જયોતિએ કહ્યું કે ચુંટણી પંચથી ફરિયાદ કરવી તેમનો અધિકાર છે અમારા લોકોએ માંગ કરી છે કે આ મામલામાં સીબીઆઇ તપાસ કરવી જાેઇએ તેમણે કહ્યું કે બંગાળની જનતા ટીએમસીને સત્તામાંથી દુર કરવાનું મન બનાવી ચુકી છે અને ટીએમસીએના અનેક નેતાઓ ભાજપમાં સામેલ થઇ ગયા છે. મમતા બેનર્જીને હવે સમજમાં આવી ગયું છે કે બંગાળમાંથી તેમની સત્તા જઇ રહી છે
ત્યારે તેઓ ખોટા કાવતરા હેઠળ હુમલો કરવાનું નાટક કરી રહ્યાં છે.તેમણે કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર સામાન્ય નાગરિકો માટે કામ કરી રહી છે અને બંગાળમાં પણ બે એન્જીનવાળી સરકાર બનશે