મમતાના ખેલમંત્રીએ પણ રાજીનામું આપ્યું
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખાસ અને પૂર્વ મંત્રી શુભેન્દુ અધિકારીએ ભાજપ જોઈન કર્યું, જેના 16 દિવસ બાદ સરકારના વધુ એક મંત્રીએ રાજીનામું આપ્યું છે. મંગળવારે મમતા સરકારના રમતગમતમંત્રી અને પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે.
શુક્લા બંગાળ સરકારમાં યુથ સર્વિસ અને સ્પોર્ટ્સ મિનિસ્ટર હતા. તેમણે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી અને રાજ્યપાલ જગદીપ ધનખડને મોકલી આપ્યું છે. જોકે હજુ તેમણે ધારાસભ્યપદનો ત્યાગ નથી કર્યો.
આ વચ્ચે મમતા બેનર્જીએ કહ્યું હતું કે રાજીનામું કોઈપણ આપી શકે છે. લક્ષ્મી રતન શુક્લાએ પોતાના રાજીનામામાં કહ્યું હતું કે તે સ્પોર્ટ્સને વધુ સમય આપવા માગે છે, જોકે ધારાસભ્યપદ પર બની રહેશે. મમતાએ કહ્યું હતું કે તેને નેગેટિવ રીતે ન લેવું જોઈએ.