મમતાના ભત્રીજા અભિષેકને લાફો મારનાર ભાજપ નેતાની હત્યા
કોલકતા: પશ્ચિમ બંગાળમાં રાજનીતિક હિંસાનો એક વધુ મામલો સામે આવ્યો છે. ૨૦૧૫માં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને સાફો મારનાર ભાજપ નેતાનું મોત થયું છે. ભાજપ નેતા દેબાશીષ આચાર્યનું ગુરૂવારે રહસ્યમય રીતે મોત થયું છે પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે.કહેવાય છે કે કેટલાક અજાણ્યા લોકોએ તેમને હોસ્પીટલ પહોંચાડયા અને થોડા સમય બાદ તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા
રિપોર્ટ અનુસાર ગંભીર રીતે ધાયલ ભાજપ નેતા દેવાશીષ આચાર્યને મિદનાપુરના તમલુક જીલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હોસ્પિટલ પ્રબંધન અનુસાર ગુરૂવારે સવારે કેટલાક અજાણ્યા લોકોએ ધાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો
થોડીવાર બાદ ડોકટરોએ ધાયલ વ્યક્તિની બાબતાં લોકોને પુછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા તો જાણવા મળ્યું કે દાખલ કરાવનારા તમામ લોકો ત્યાંથી ફરાર થઇ ગયા છે. ડોકટરો અનુસાર ભાજપ નેતાનું મોત બપોરમાં થઇ ચુકયું હતું હોસ્પિટલ પ્રબંધને તેની માહિતી મૃતકના પરિવારજનોને આપી પરિવારજનો જયારે હોસ્પિટલમાં પહોંચ્યા તો તેમણે દાવો કર્યો કે દેવાશીષની હત્યા કરવામાં આવી છે.
ભાજપ નેતાઓએ દેવાશીષ આચાર્યની મોત પર સવાલ ઉઠાવ્યા છે નેતાઓએ કહ્યું કે ટીએમસી કાર્યકર્તા સતત ભાજપ નેતાઓની નિશાન બનાવી રહ્યાં છે પરંતુ મુખ્યમંત્રી તેના પર ધ્યાન આપી રહ્યાં નથી પોલીસે પોતાની પ્રારંભિક તપાસમાં જાણ્યુ કે દેવાશીષ આચાર્ય ૧૬ જુનની સાંજે પોતાના બે મિત્રોની સાથે બહાર ગયો હતો તે ચ્હાની દુકાને પણ રોકાયો હતો પરંતુ ત્યારબાદ તે ત્યાંથી અચાનક ગુમ થઇ ગયો હાલ અજાણ્યા લોકોની વિરૂધ્ધ મામલો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
એ યાદ રહે કે દેવાશીષ આચાર્ય ૨૦૧૫માં એક રાજનીતિક કાર્યક્રમમાં મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને જાહેરસભામાં લાફો મારી દીધો હતો જાે કે ત્યારબાદ ટીએમસી કાર્યકરોએ તેની ખુબ પિટાઇ કરી હતી પોલીસે તેની ધરપકડ કરી હતી પરંતુ અભિષેકના હસ્તક્ષેપ પર તેને મુકત કરી દેવામાં આવ્યો હતો.