Western Times News

Gujarati News

મમતાને શ્વાસ ફુલવા અને છાતીમાં દુખાવાની ફરિયાદ

કોલકાતા: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયા કથિત રીતે હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ કેટલાક લોકોએ મુખ્યમંત્રી સાથે ધક્કા-મુક્કી કરી, જેના કારણે તેઓ પડી ગયા. મમતા બેનર્જીનો બુધવાર રાત્રે એસએસકેમ હૉસ્પિટલમાં એક્સ-રે પાડવામાં આવ્યો. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, મમતા બેનર્જીના જમણા પગમાં સોજાે છે અને ગંભીર ઈજા થઈ છે. તેમને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ રહી છે. મળતી માહિતી મુજબ, મમતા બેનર્જીના ડાબા પગની ઘૂંટીમાં પણ ગંભીર ઈજા થઈ છે.

તેની સાથે જ પગ પર ઉઝરડાના નિશાન છે. આ ઉપરાંત જમણા ખભા ઉપર પણ ઈજા થઈ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મમતાના કાંડા અને ગરદન ઉપર પણ ઈજા થઈ છે. એસએસકેએમ હૉસ્પિટલના ડૉક્ટર એમ. બધોપાધ્યએ જણાવ્યું કે મુખ્યમંત્રીને આગામી ૪૮ કલાક સુધો ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. એક સીનિયર ડૉક્ટરે જણાવ્યું કે, મુખ્યમંત્રીને આ પરિસરના બાંગુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સમાં એમઆરઆઈ માટે લઈ જવામાં આવ્યા. મમતા બેનર્જીનો ઉપચાર કરી રહેલી મેડિકલ ટીમ સાથે જાેડાયેલા આ ડૉક્ટરે જણાવ્યું કે, મુખ્યમંત્રીના ડાબા પગનો એક્સ-રે પાડવામાં આવ્યો. અમે એમઆરઆઈ પણ કરાવવા માંગતા હતા.

તેમની ઈજાનું આકલન કર્યા બાદ સારવારની આગળની પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે, એમઆરઆઈ કર્યા બાદ મુખ્યમંત્રીને ફરી વિશેષ વોર્ડમાં લાવવામાં આવી શકે છે. ડૉક્ટરે કહ્યું કે, તેમને (હૉસ્પિટલથી) રજા આપતાં પહેલા અમારે તેમની સ્થિતિ પર નજર રાખવાની જરૂર છે. રાજ્ય સરકારે મમતા બેનર્જીના ઉપચાર માટે પાંચ સીનિયર ડૉક્ટરોની એક ટીમ બનાવી છે.

બીજી તરફ, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ ઇજાગ્રસ્ત મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખબર અંતર પૂછવા બુધવાર રાત્રે એસએસકેએમ હૉસ્પિટલ પહોંચ્યા. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત હજારો તૃણમૂલ કાૅંગ્રેસના સમર્થકોએ તેમનો વિરોધ કરતાં પાછા જાઓના નારા લગાવ્યા. રાજ્યપાલે ઘટનાને લઈ પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.