મમતા દીદીની ઘરના પાંચ કિમીના દાયરામાં રેપ થાય છે : અમિત શાહ
નંદીગ્રામ: બંગાળ વિધાનસભા ચુંટણીની બીજા તબક્કાના મતદાન માટે ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારીના પક્ષમાં મત માંગવા નંદીગ્રામ આવેલ અમિત શાહે મમતા બેનર્જી પર પ્રહારો કર્યા હતાં તેમણે અહીં આયોજીત રોડ શો બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મમતા પર નિશાન સાધતા કહ્યું કે જયાં દીદી રહે છે તેમના ઘરથી પાંચ કિમીના દાયરાની અંદર જ એક રેપની ધટના બની છે આવામાં બંગાળની સુરક્ષાનું શું થશે શાહે ભાજપ કાર્યકર્તાની વૃધ્ધ માતાના એક દિવસ પહેલા થયેલ મોત પર પણ મમતાની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે મમતા દીદી મહિલા સુરક્ષાની વાત કરે છે પરંતુ બંગાળની જનતા સારી રીતે જાણે છે કે રાજયમાં મહિલાઓ કેટલી સુરક્ષીત છે.
અમિત શાહે કહ્યું કે આજે હું નંદીગ્રામની જનતાને અપીલ કરવા માંગુ છું કે તમારે શુભેન્દુને ફકત જીતાડવાના જ નથી પરંતુ એટલી પ્રચંડ બહુમતથી જીતાડવાના છે જેથી આવનારા દિવસોમાં જનતાને આપવામાં આવેલા વચનોથી મોં ફેરવી દેનારા કોઇ પણ રાજનીતિ માટે અશકય થઇ જાય
તેમણે કહ્યું કે અગીં જે લોકો અને કાર્યકર્તાઓથી વાત થઇ તો બધાનું માનવું છે કે પરિવર્તન તો સમગ્ર બંગાળમાં કરવાનું છે પરંતુ સમગ્ર બંગાળમાં પરિવર્તનો સરળ રસ્તો છે અહીં નંદીગ્મમાં મમતા દીદીને હરાવી દો તેમણે કહ્યું કે જે અભૂતપૂર્વ ઉત્સાહ રોડ શોમાં નંદીગ્રામની જનતાએ બતાવ્યો છે તેનાથી સુનિશ્ચિત છે કે મોટી લીડ સાથે ભાજપના ઉમેદવાક શુભેન્દુ અધિારી જીતવા જઇ રહ્યાં છે. રોડ શોમાં શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફુલો અને ભાજપના ઝંડાથી સજાવેલી એક લોરી પરથી શાહે લોકોનું અભિવાદન કર્યું હતું.