મમતા દીદી પશ્ચિમ બંગાળની અસલી શેરની : શિવસેના
મુંબઇ: રાષ્ટ્રીય જનતાળ દળ અને સમાજવાદી પાર્ટી બાદ શિવસેનાએ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે અને કહ્યું છે કે તે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચુંટણી લડશે નહીં. મમતા બેનર્જીને બંગાળની સાચી શેરની બતાવતા શિવસેનાએ ટીએમસીથી એકતા બતાવવાનો સંકલ્પ કર્યો છે. પાર્ટીએ પહેલા કહ્યું હતું કે તે રાજયમં ચુંટણી મુકાબલામાં ઉતરશે
શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદ સંજય રાઉતે એક ટ્વીટ કરી તેની જાહેરાત કરી અને કહ્યું કે પાર્ટી અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની સાથે ચર્ચા બાદ એ નિર્ણય લેવામાં આવ્યો છે કે શિવસેના પશ્ચિમ બંગાળની ચુંટણીઓમાં પોતાના ઉમેદવાર ઉતારશે નહીં અને મમતા બેનર્જીને સમર્થન આપશે
રાઉતે કહ્યું કે હાલના સમયે દીદી વિરૂધ્ધ અન્ય તમામનો મુકાબલો પ્રતીત થાય છએ રાઉતે કહ્યુ ંકે ખુબ લોકો જાણવા માંગે છે કે શિવસેના પશ્ચિમ બંગાળમાં ચુંટણી લડશે કે નહીં પાર્ટી અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેજીની સાથે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે અને શિવસેના પશ્ચિમ બંગાળમાં ચુંટણી લડશે નહીં અને મમતા બેનર્જીની સાથે ઉભા રહેવાનો નિર્ણય કર્યો છે અમે મમતા દીદીની જબરજસ્ત સફળતા માટે કામના કરીએ છીએ કારણ કે અમારૂ માનવું છે કે તે બંગાળની અસલી શેરની છે.