મમતા બેનરજીએ રાજ્યમાં કોરોનાના નાથવા નવા પ્રતિબંધોની જાહેરાત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/mamta-1024x577.jpg)
કોલકતા: રાજ્યમાં કોરોનાને નાથવા કેટલાક નવા પ્રતિબંધોની જાહેરાત કરતા મમતા બેનરજીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ફેસ માસ્ક ફરજિયાત બનાવ્યું છે. રાજ્ય સરકારની ઓફિસમાં ફક્ત ૫૦ ટકા લોકોને જ આવવાની મંજૂરી અપાઈ છે. તેમણે કહ્યું કે શોપિંગ કોમ્પલેક્સ, જિમ,સિનેમા હોલ, બ્યુર પાર્લર વગેરેને બંધ રાખવાનો આદેશ છે. તે ઉપરાંત બંગાળ સરકારે સામાજિક અને રાજકીય કાર્યક્રમો પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.
મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો કે વેક્સિન,ઓક્સિજન પર એક પારદર્શી નીતિ હોવી જાેઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે કોવિડ-૧૯ મારી પહેલી પ્રાથમિકતા છે અને તેથી મેં કોરોના પર પહેલી બેઠક યોજી છે. બંગાળની નવી કોવિડ ગાઈડલાઈન જાેઇએ તો- આવતીકાલથી લોકલ ટ્રેનો બંધ,- સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં ફક્ત ૫૦ ટકા સ્ટાફની મંજૂરી- ૭ મેથી બોર્ડિંગ પહેલા ૭૨ કલાક સુધીના આરટીપીસીઆર ટેસ્ટ વગર એક પણ ફ્લાઈટને મંજૂરી નહીં- સ્થાનિક, રાજકીય,કોઈ પણ પ્રકારના જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ- સરકારી,ખાનગી કંપનીઓમાં ફક્ત ૫૦ ટકા સ્ટાફને મંજૂરી- ફેરિયા, ટ્રાન્સપોર્ટર,પત્રકારોને વેક્સિનના પહેલા ડોઝમાં અગ્રિમતા આપવામાં આવશે.- શોપિંગ કોમ્પલેક્સ, જિમ,સિનેમા હોલ, બ્યુર પાર્લર,પૂલ બંધ રહેશે.- તમામ જિલ્લામાં સ્ટેટે કોરોના વોરિયર્સ ગ્રુપ સક્રિય કરવામાં આવશે. – વધારે પ્લાઝ્મા બેન્ક બનાવવામાં આવશે. -કાર્યસ્થળ,કર્મશિયલ સંસ્થાઓ, કંપનીઓમાં સેનિટાઈઝેશ ફરજિયાત રહેશે