મમતા બેનર્જીના નાના ભાઈનું કોરોનાથી નિધન
કોલકતા: મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું નિધન થઈ ગયું છે. તે પાછલા એક મહિનાથી કોરોના સંક્રમિત હતા. અસીમ કોલકાતાના મેડિકા સુપરસ્પેશલિટી હોસ્પિટલમાં દાખલ હતા.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું નિધન થઈ ગયું છે. તે પાછલા એક મહિનાથી કોરોના સંક્રમિત હતા. અસીમ કોલકાતાના મેડિકા સુપરસ્પેશલિટી હોસ્પિટલમાં દાખલ હતા. પરિવારના સૂત્રોએ જણાવ્યા અનુસાર અસીમના અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલ હોઠળ કરવામાં આવશે.
મેડિકા હોસ્પિટલના ચેરમેન ડો. આલોક રોયે જણાવ્યું કે, સીએમ મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું આજે સવારે હોસ્પિટલમાં નિધન થઈ ગયું. તે કોરોના સંક્રમિત હતા અને તેમની સારવાર ચાલી રહી હતી.
પશ્ચિમ બંગાળમાં શુક્રવારે એક દિવસમાં સૌથી વધુ ૨૦,૮૪૬ નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમણના કુલ મામલા ૧૦,૯૪,૮૦૨ થઈ ગયા છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે બિમારીથી વધુ ૧૩૬ લોકોના મોત થઈ ગયા બાદ મૃતકોની સંખ્યા ૧૨,૯૯૩ થઈ ગઈ છે. રાજ્યમાં ગુરૂવારે ૧૯,૧૩૧ લોકો સ્વસ્થ્ય થયા છે.