મમતા બેનર્જી તૃણમુલના લોકોની વાપસી પર ર્નિણય લઈ શકે છે.
કોલકતા: તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વમાં પાર્ટીના પૂર્વ નેતાઓની ઘર વાપસી પર હજુ કોઈ ર્નિણય નથી લેવામાં આવ્યો. જે હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં ગયા હતા. તૃણમૂલ કોંગ્રેસના મુખ્ય સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જી ભાજપમાં ચાલી રહેલા તૃણમુલના લોકોની વાપસી પર ર્નિણય લઈ શકે છે. રાજકીય જાણકારોનું માનવું છે કે પાર્ટી પસંદગીના નેતાઓની વાપસી કરશે.
જેથી ૨૦૨૪માં લોકસભા ચૂંટણીની પહેલા પાર્ટી કાર્યકર્તાઓને સંદેશ આપી શકાય કે બળવાખોરી સહન નહીં કરી શકાય.
તૃણમૂલના એક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યુ કે આ મુદ્દા પર મુખ્ય નેતૃત્વ જ અંતિમ ર્નિણય કરી શકે છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા દીપેન્દુ બિસ્વાસ અને સોનાલી ગુહા સહિત અને પૂર્વ ધારાસભ્ય ગત કેટલાક દિવસોમાં પત્ર લખી ભાજપમાં સામેલ થવ પર દુઃખ વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે ટીએમસીમાં પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
એક સમયે બેનર્જીની નજીક રહેલા સોનાલીએ મુખ્યમંત્રીની માફી માંગતા કેમેરા પર ભાવુક અપીલ કરી હતી. દક્ષિણ ૨૪ પરગનાના સતગચિયાથી ૪ વાર ધારાસભ્ય રહ્યા છે. સોનાલીએ એક પત્રમાં લખ્યુ કે જે રીતે પાણીની બહાર માછલી ન રહી શકે તે રીતે દીદી હું તમારા વગર નહીં રહી શકું. અટકણો તો ટીએમસીના સંસ્થાપકોમાં સામિલ મુકુલ રોયની પણ ઘર વાપસીની ચાલી રહી છે. જે હાલ ભાજપના રાજ્યસભા સભ્ય છે.
હાલમાં મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકે શહેરની એક હોસ્પિટલમાં જઈને રોયની પત્નીના હાલચાલ પુછ્યા અને તેમના દીકરા સાથે વાત કરી. પીએમે રોયને ફોન કરી તેમની પત્નીની તબિયત પુછી હતી. કોલકત્તા રિસર્ચ ગ્રુપના સભ્ય અને જાણીતા રાજનીતિક વિશ્લેષક રજત રોયે કહ્યુ કે આનો હેતુ સાંગઠનિક રુપથી ભાજપને નબળુ બનાવવાનો છે. પરંતુ આ સમયે તે તમામ નેતાઓને ઘર વાપસી નહીં કરાવે જેથી બળવાખોરોને કડક સંદેશ આપી શકાય.