મમતા બેનર્જી સોનિયા, પવાર સહિત વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરશે
કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ મહિને સંસદના મોનસૂન સત્ર દરમિયાન દિલ્હીની મુલાકાતે છે. તેઓએ આ અંગેની જાહેરાત કરી. મમતાએ કહ્યું કે જાે સમય આપ્યો તો તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે.
રિપોટ્સ મુજબ, મમતાની દિલ્હી યાત્રા ૨૫ જુલાઈથી શરૂ થશે. આ દરમિયાન તેઓ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, દ્ગઝ્રઁના ચીફ શરદ પવાર સહિત વિપક્ષી દળના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. તેઓએ કહ્યું કે હવે જ્યારે કોરોનાની સ્થિતિ સુધરવા લાગી છે તો સંસદ સત્ર દરમિયાન દિલ્હી જઈશ અને ત્યાં મારા મિત્રોને મળીશ.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ મુલાકાતનો એજન્ડા ૨૦૨૪માં થનારી લોકસભાની ચૂંટણી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ મમતાની આ પહેલી દિલ્હી યાત્રા છે. આ જીત પછીથી મમતાને ત્રીજા મોરચાના નેતા તરીકે જાેવામાં આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હી મુલાકાત દરમિયાન મમતા બેનર્જી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અન્ય કેટલાંક નેતાઓને પણ મળી શકે છે.
મમતા એવા સમયે દિલ્હી જઈ રહ્યાં છે જ્યારે સંસદનો મોનસૂન સત્ર પણ ચાલી રહ્યું હશે. આ દરમિયાન વિપક્ષ કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન તમામ વિપક્ષી નેતાઓ દિલ્હીમાં હાજર રહેશે.મીડિયા રિપોટ્સ મુજબ મમતા દિલ્હીમાં ૪ દિવસ સુધી રોકાઈને અલગ અલગ નેતાઓ સાથે ચર્ચા કરી શકે છે.
૨ મેનાં રોજ બંગાળના ચૂંટણી પરિણામ જાહેર થયા હતા. જેમા ટીએમસીએ બંપર જીત નોંધાવી હતી. મમતા બેનર્જી સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. જાે કે તેઓ પોતે નંદીગ્રામમાં ચૂંટણી હારી ગયા. તેઓને ભાજપના શુભેન્દુ અધિકારીએ હરાવ્યા. તેમ છતાં તૃણુમૂલને બંગાળમાં ૨૧૪, ભાજપને ૭૬ સીટ મળી છે. જ્યારે એક સીટ અપક્ષ અને એક સીટ આરએસએમપીને નામે છે.