મમતા માની રસોઇ યોજના શરૂ કરશેઃ પ રૂપિયામાં ભરપેટ ભોજન
કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણી પહેલા ભાજપથી મળી રહેલ કડક ટકકરની વચ્ચે હવે મુખ્યમંત્રી મમતા બેનર્જી ગરીબોને લલચાવવા માટે મા કી રસોઇ યોજના શરૂ કરવા જઇ રહ્યાં છે તેમાં પાંચ રૂપિયામાં ભરપેટ ચોખા ઇડા ભોજનમાં મળશે રાજય સરકાર તરફથી બતાવવામાં આવ્યું છે કે હાલ આ યોજના કોલકતા નગર નગિમના ૧૬ બોરો વિસ્તારના કુલ ૧૪૪ વોર્ડમાં શરૂ થશે ત્યારબાદ સમગ્ર રાજયમાં આ યોજના શરૂ કરવામાં આવશે
મુખ્યમંત્રી મમતા બેનર્જી સોમવાર તા. ૧૫ ફેબ્રુઆરીએ રાજય સચિવાલયથી આ યોજનાનું વર્ચુઅલ ઉદ્ધાટન કરશે ગત પાંચ ફેબ્રુઆરીએ વિધાનસભામાં વચગાળાનું બજેટ રજુ કરતા મમતાએ તેની જાહેરાત કરી હતી કોલકતા નગર નિગમના પ્રશાસક અને રાજયના શહેરી વિકાસ મંત્રી ફિરહાદ હકીમે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ પાંચ રૂપિયામાં ગરીબોને ૨૦૦ ગ્રામ ચોખા દાળ શાકભાજી ઉપરાંત ઇડા પણ મળશે
તેમણે કહ્યું કે દરરોજ બપોરે એકથી બે વાગ્યાની વચ્ચે ભોજન આપવામાં આવશે જેનો લાભ દરેક ગરીબ લોકો ઉઠાવી શકશે દરમિયાન વિરોધ પક્ષોનું કહેવુ છે કે આ રાજય સરકારનો ચુંટણી સ્ટંટ છે એ યાદ રહે કે આ પહેલા તમિલનાડુમાં સ્વ મુખ્યમંત્રી જયલલિતાએ અમ્મા કેન્ટીંગ શરૂ કરી હતી જેમાં પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવે છે ત્યારબાદ આવી જ રીતે અનેક અન્ય રાજય સરકારોએ આવી યોજનાઓ શરૂ કરી હતી