Western Times News

Gujarati News

મમતા સરકારને આંચકો: ભાજપમાં સૌરવ ગાંગુલી જોડાઇ શકે છે

કોલકતા, પશ્ચિમ બંગાળની ચુંટણીને લઇને રાજકીય અફવા શરૂ થઇ ગઇ છે એવી અટકળો ચાલી રહી છે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલી ભાજપમાં જાેડાશે તેના આ પગલા બાદ આની વધુ ચર્ચા થાય છે ખરેખર ગાંગુલીને મમતા સરકાર દ્વારા શાળા બનાવવા માટે જમીન આપવામાં આવી હતી જે તેમને પરત આપી દેવામાં આવી છે.  આવતા વર્ષે બંગાળમાં વિધાનસભા ચુંટણી યોજાવાની છે આવી સ્થિતિમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના ટીએમસી સહિત ભાજપ અને અન્ય પક્ષોની તૈયારીઓ તેજ થઇ ગઇ છે એક તરફ ભાજપે જાહેરાત કરી છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ચુંટણી લડશે બંગાળ ભાજપમાં મુખ્યમંત્રી પદનો ચહેરો રજુ કરશે નહીં આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની સૌરભ ગાંગુલીની પણ ભાજપમાં જાેડાવવાની ચર્ચાએ જાેર પકડયુ છે તાજેતરમાં સૌરવ ગાંગુલી રાજય સચિવાલય પહોંચ્યા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા હતાં આ સમય દરમિયાન તેઓ શાળાના નિર્માણ માટે ન્યુટાઉનમાં તેમને ફાળવેલી બે એકર જમીન મુખ્યમંત્રીને પરત આપી.

સૌરવને વામમોરચાના કાર્યકાળ દરમિયાન શઆળાના નિર્માણ માટે સાલ્ટલેકમાં જમીન ફાળવવામાં આવી હતી જાે કે કાનુની મુદ્દાઓને કારણે સૌરવને આ જમીન આજ દિન સુધી મળી શકી નથી પશ્ચિમ બંગાળ હાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા મમતા સરકારે આઇસીએસસી બોર્ડમાં બારમાં ધોરણ સુધીના શાળાના નિર્માણ માટે સૌરવને જમીન પુરી પાડી હતી.પરંતુ ગવે તેઓએ સરકારના જમીનના કાગળો પરત કર્યા હતાં જાે કે હજુ સુધી આ અંગે ગાંગુલી અથવા સરકાર તરફથી કોઇ સત્તાવાર પુષ્ટી મળી નથી મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સૌરવ ગાંગુલી વચ્ચે ખુબ સારા સંબંધ હોવાનું કહેવાય છે બંગાળ ક્રિકેટ એસોસિએશન પ્રમુખ બનવામાં મમતાએ સૌરવની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે જાે કે ગાંગુલીની ભૂમિ પરત ફરતા રાજકીય નિષ્ણાંતોનું અવલોકન છે કે તે ખોટા સંકેતો આપી રહ્યું છે.

બીજીબાજુ ભાજપ વિષે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મોદી સરકારના બીજા બે મોટા પ્રધાનો ગાંગુલીને બીસીસીઆઇ પ્રમુખ બનાવવામાં નિમિત હોવાનું માનવામાં આવે છે આવી સ્થિતિમાં ગાંગુલીનો ભાજપ તરફનો અને પક્ષમાં જાેડાવાનો સંકેતછે જાે કે ગાંગુલીએ અનેક વાર સ્પષ્ટ કર્યું છે કે રાજકારણમાં આવવાની તેમની કોઇ યોજના નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.