Western Times News

Gujarati News

મમતા સરકારનો મૃત્યુઘંટ વાગી ચુક્યો છે: અમિત શાહ

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પશ્વિમ બંગાળના બે દિવસના પ્રવાસે છે. તેઓ આજે બાંકુરા પહોંચ્યા છે. તેઓ અહીં બીજેપી સંગઠનની બેઠકમાં ભાગ લેવાની સાથે આદિવાસીના ઘરે ભોજન કરશે. માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહનો આ પ્રવાસ આગામી વર્ષે બંગાળમાં આયોજિત ચૂંટણીની તૈયારીઓની શરૂઆત છે.

બુધવારની રાતે આશરે 9.30 વાગ્યે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું પ્લેન કલકત્તામાં લેન્ડ કર્યુ. એરપોર્ટ પર સ્વાગત માટે કૈલાશ વિજયવર્ગીય જેવા દિગ્ગજ નેતાઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. ગૃહ મંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર બાંકુરા પહોંચ્યુ. ત્યાંથી તેઓ પુઆબાગાન પહોંચ્યા, જ્યાં તેમણે બિરસા મુંડાની મૂર્તિ પર માળા અર્પણ કરી.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે પશ્વિમ બંગાળમાં મમતા સરકાર વિરુદ્ધ ભયંકર જનાક્રોશ છે.જે પ્રકારનું દમન ચક્ર બીજેપી કાર્યકર્તાઓ ઉપર મમતા સરકારે ચલાવ્યું છે. હું નિશ્વિત રૂપે જોઇ રહ્યો છું કે મમતા સરકારનો મૃત્યુઘંટ વાગી ચુક્યો છે. આવનારા દિવસોમાં ભાજપની બે તૃત્યાંશ બહુમતથી સરકાર બનવા જઇ રહી છે.

તે બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બાંકુરાના રવિન્દ્ર ભવનમાં સંગઠનની બેઠકમાં ભાગ લેશે. બેઠક બાદ ગૃહ મંત્રી ચતુર્ડિહી ગામ રવાના થશે. ગામમાં અમિત શાહ એક આદિવાસી પરિવારના ત્યાં ભોજન કરશે. ચુર્તડિહ ગામમાં અમિત શાહના સ્વાગતની જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. રાત સુધી અમિત શાહ બાંકુરાથી કલકત્તા પરત આવી જશે.

શુક્રવારે ગૃહ મંત્રી કલકત્તામાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. શુક્રવારે કલકત્તામાં અમિત શાહના કાર્યક્રમોની શરૂઆત દક્ષિણેશ્વર મંદિરથી થશે, જે બાદ તેઓ વધુ એક સંગઠનની બેઠકમાં સામેલ થશે. અમિત શાહ બપોરનું ભોજન ન્યૂટન વિસ્તારમાં નબીન વિસ્વાસના ઘરે કરશે. નબીન વિસ્વાસ મટુઆ સમુદાયના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.