મમતા સરકાર મને ખોટા કેસમાં ફસાવી શકે છે: શુભેંદુ અધિકારી
કોલકતા, તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર નેતા શુભેંદુ અધિકારીને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધા બાદ ડર સતાવી રહ્યો છે કે મમતા સરકાર હવે તેમની સામે બદલો લઇ શકે છે શુભેદુએ રાજીનામું આપ્યા બાદ કહ્યું છે કે તેમને ભય છે કે તેમની રાજનીતિનું વલણ બદલાયા બાદ હવે પશ્ચિમ બંગાળની પોલીસ તેમને ખોટા અને નકલી અપરાધિક મામલામાં ફસાવી શકે છેે. અધિકારીએ આ સંબંધમાં રાજયપાલ જગદીપ ધનકરને પત્ર લખી મદદ માંગી છે. રાજયાલ જગદીપ ધનકરે આ પત્ર ટ્વીટ કર્યો છે. આ પત્રમાં શુભેંદુ અધિકારીએ લખ્યું છે કે બંધારણીય રીતે આ રાજયના વડાથી મદદ માંગવા માટે હું વિવશ છું જેથી રાજયની પોલીસ અને પ્રશાસનને રાજનીતિક કારણો અને પ્રતિશોધની ભાવનાથી મને અને મારા સાથીને અપરાધિક મામલામાં ફસાવવાથી રોકી શકાય અધિકારીએ કહ્યું કે મારા બદલાતા રાજનીતિક વલણને કારણે હવે તે લોકો મારાથી બદલો લઇ શકે છે જે પ્રશાસન તંત્રમાં છે.
એ યાદ રહે કે આ પહેલા રાજયના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગે ૨૦૧૯ની એક હત્યાના મામલામાં ટીએમસી છોડી ભાજપમાં સામેલ થનારા બંગાળના વરિષ્ઠ નેતા મુકુલ રોય સામે મામલો દાખલ કર્યો હતો.તેમના પર હત્યા અને અપરાધિક કાવતરાનો હિસ્સો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
પૂર્વ મેદિનીપુર જીલ્લામાં નંદીગ્રામ નિર્વાચન ક્ષેત્રથી ધારાસભ્ય શુભેંદુ અધિકારીએ ગત મહીને રાજય મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધુ હતું અને તેમણે છેલ્લા કેટલાક સમયથી પાર્ટી નેતૃત્વથી અંતર બનાવી લીધુ છે. જયારે બુધવારે તેમણે વિધાનસભાના સચિવને પોતાનું રાજીનામુ આપી દીધુ હતું. શુભેંદુએ ૨૦૦૯માં નંદીગ્રામમાં ડાબેરી મોરચાની વિરૂધ્ધ જમીન અધિગ્રહણ વિરોધી આંદલનમાં મમા બેનર્જીની મદદ કરી હતી અને ત્યારબાદ ટીએમસી ૨૦૧૧માં સત્તામાં આવી હતી.અધિકારીથી જાેડાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર એક કે બે દિવસમાં તેઓ ટીએમસી પાર્ટીના પ્રાથમિક સભ્ય તરીકે પણ રાજીનામુ આપી શકે છે અને આવનારા દિવસોમાં તે ભાજપમાં સામેલ થાય તેવી સંભાવના છે.HS