મમ્મી કરીનાની સાથે તૈમુરે માટીના વાસણ બનાવ્યા
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન, હાલ પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુરની સાથે ધર્મશાળામાં કેટલાંક દિવસો પસાર કરીને મુંબઈ પરત ફરી છે. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી કરીના કપૂર ખાને દીકરા તૈમુરની સાથેના ક્યૂટ ફોટોગ્રાફ્સ અને વિડીયો શેર કર્યા છે. કરીના કપૂરે મંગળવારે પોતાના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે ફોટોગ્રાફ અને એક વિડીયો શેર કર્યો છે.
આ ફોટોગ્રાફ અને વિડીયોમાં જોઈ શકાય છે કે તૈમુર માટીના વાસણ બનાવતા શીખી રહ્યો છે અને સાથે માતા કરીના કપૂર તેને મદદ કરી રહી છે. કરીના કપૂરે આ પોસ્ટની સાથે કેપ્શનમાં લખ્યું કે ‘ઘડો, ઘડો અને કુંભારકામ, ધરમકોટ સ્ટુડિયો ખૂબ સારી જગ્યા છે.
તૈમુર હંમેશાં સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે અને હવે તેનો આ માટીના વાસણ બનાવતો વિડીયો જોઈને તે ફરી એકવખત ચર્ચામાં આવી ગયો છે. કરીના કપૂર હવે બીજા બાળકને જન્મ આપવાની છે. આ સાથે જોડાયેલા અપડેટ્સ તે ફેન્સની સાથે શેર કરતી રહે છે. જો વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર ખાન હવે આમિર ખાન સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું છે. આ સિવાય કરીના, કરણ જોહરની ફિલ્મ તખ્તમાં પણ જોવા મળશે.