મમ્મી બન્યા બાદ મહિલાઓ પ્રત્યેનો આદર અને પ્રેમ વધી ગયો છે: અનુષ્કા
મુંબઈ, અનુષ્કા શર્માએ હાલમાં ફરી કામ શરૂ કરવા વિશે અને ન્યૂ મોમ તરીકે વર્ક-લાઈફ બેલેન્સ કરવા વિશે વાત કરી હતી. તેના કહેવા પ્રમાણે, પુરુષ પ્રધાન દુનિયામાં મહિલાઓ માટે વધારે મુશ્કેલ છે. આ વિશે વાત કરતાં અનુષ્કાએ એક ન્યૂઝ પોર્ટલને કહ્યું હતું કે, વર્ક-લાઈફને બેલેન્સ કરવું તે મહિલાઓ માટે ચોક્કસપણે મુશ્કેલ છે.
એક્ટ્રેસનું માનવું છે કે, લોકો કામ કરતી માતાઓના જીવન અને લાગણીઓને સમજતા નથી, કારણ કે દુનિયા એ પુરુષ-પ્રધાન છે. અનુષ્કાએ ખુલાસો કર્યો હતો કે, તે પોતે પણ જ્યાં સુધી મમ્મી ન બની ત્યાં સુધી આ વાતને સમજતી નહોતી.
એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, મમ્મી બન્યા બાદ મહિલાઓ પ્રત્યેનો આદર અને પ્રેમ તેના માટે વધી ગયો છે. તેના કહેવા પ્રમાણે, તેણે હંમેશા મહિલાઓ માટે વાત કરી છે, પરંતુ પ્રેમ અને લાગણીઓએ તેને વધારે શક્તિશાળી બનાવ્યું છે. અનુષ્કા શર્માએ કહ્યું હતું કે, મહિલાઓને વર્કપ્લેસિસ તરફથી સપોર્ટ મળે તો તે વધારે સારું કરી શકે છે.
તેણે કહ્યું હતું કે, ઘણા એવો પુરુષો છે જેઓ મહિલાઓ પ્રત્યે વધારે દયાળું છે, પરંતુ કેટલીક જગ્યાએ વર્ક કલ્ચર જ એટલું અઘરું હોય છે. અગાઉ, એકે મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે દીકરી વામિકાના જન્મ બાદ ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં કામ કરવા વિશે વાત કરી હતી.
તેણે કહ્યું હતું કે, ફિલ્મમાં તે ઘણા સમય પહેલા જ કામ કરવાની હતી. પરંતુ પહેલા મહામારી આવી અને બાદમાં તે પ્રેગ્નેન્ટ થઈ. તે શરૂઆતમાં નર્વસ હતી કારણ કે પહેલાની જેટલી તે મજબૂત નહોતી. અનુષ્કાએ ફિલ્મ માટે ૧૮ મહિના ટ્રેનિંગ લીધી હતી, જેથી તે બેસ્ટ ફિઝિકલ કંડિશનમાં આવી શકે.
અનુષ્કા શર્મા છેલ્લે આનંદ એલ. રાય ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળી હતી, જે ડિસેમ્બર ૨૦૧૯માં જાેવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ અને શાહરુખ ખાન હતા. જે બાદ એક્ટ્રેસ ફિલ્મોમાંથી બ્રેક પર હતી.
જાે કે, પ્રેગ્નેન્સની જાહેરાત કર્યા બાદ તે કેેટલીક જાહેરાતોમાં જાેવા મળી હતી. ‘ચકદા એક્સપ્રેસ’ની વાત કરીએ તો, તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઝુલણ ગોસ્વામીના જીવન પર આધારિત ફિલ્મ છે. જે ફેબ્રુઆરી, ૨૦૨૩માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.SS1MS