મમ્મી સાથે સૂતી ૨૩ દિવસની બાળકી, ઓશીકા નીચે દબાઈ જતાં મોત થયું

File photo
કોલકતા, કોલકાતામાં એક નવજાત બાળકી તેની માતાની બાજુમાં સૂતી વખતે ઓશીકાથી દબાઈ જતા મૃત્યુ પામી હતી. ૨૩ દિવસની બાળકી તેની માતાની બાજુમાં સૂતી હતી, જ્યારે તે ઓશીકા નીચે આવી ત્યારે તેનું ગૂંગળામણથી મૃત્યુ થયું છે. આ ઘટના શનિવારે પૂર્વ કોલકાતાના પ્રગતિ મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
મધ્યમગ્રામના રહેવાસી દિવાકર મંડળની પત્ની અપર્ણા દાસે ૨૩ દિવસ પહેલા એક બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મથી જ અપર્ણા પ્રગતિ મેદાનના ઉંચુપોટા વિસ્તારમાં તેના પિતાના ઘરે રહેતી હતી. શનિવારે અપર્ણા બાળકી સાથે જમ્યા બાદ તેની સાથે સૂઈ ગઈ હતી. પરંતુ જ્યારે તે જાગી ત્યારે બાળકી’અકસ્માત’ નો શિકાર બની ચૂકી હતી.
જેથી બાળકી પથારીમાંથી નીચે ન પડે, માતાએ એક પછી એક ઓશિકા તેની બાજુમાં રાખ્યા. પરંતુ જ્યારે અપર્ણા ઊંઘમાંથી ઉઠી ત્યારે તેણે જાેયું કે તેની બાળકી ઓશીકા નીચે દટાયેલી હતી. તેણે તરત જ બાળકીના મોંમાંથી ઓશીકું હટાવી લીધું પરંતુ તેના શરીરમાં કોઈ હલચલ નહોતી. આ જાેઈને મહિલાએ પરિવારના સભ્યોને બોલાવ્યા.
આ પછી બાળકીને તાત્કાલિક દ્ગઇજી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. આ સમાચાર મળતા જ પોલીસે મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રગતિ મેદાન પોલીસ સ્ટેશનએ આ મામલે અકુદરતી મોતનો કેસ નોંધ્યો છે. સાથે જ આ ઘટના બાદ મૃતક બાળકીના પરિવારમાં શોક છવાઈ ગયો હતો.HS