Western Times News

Gujarati News

મયંક અગ્રવાલ અને ધવનના ધમાકાથી પંજાબ જીત્યું

નવી દિલ્હી, સુકાની મયંક અગ્રવાલ અને શિખર ધવનની અડધી સદી બાદ અત્યંત મહત્વની ક્ષણોમાં બોલર્સે કરેલા દમદાર પ્રદર્શનની મદદથી Punjab Kings  IPL T-20 ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં બુધવારે Mumbai Indians સામે ૧૨ રને વિજય નોંધાવ્યો હતો.

આ પરાજય સાથે જ Mumbai Indians IPL-૨૦૨૨માં ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યું છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ Mumbai Indians નો આ સળંગ પાંચમો પરાજય છે. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ હજી સુધી એક પણ મેચ જીતી શકી નથી. બુધવારે Punjab Kings ને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યું હતું.

પંજાબે ધમાકેદાર બેટિંગ કરતા નિર્ધારીત ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં MIએ પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું પરંતુ મહત્વની ક્ષણોમાં તેણે બાજી ગુમાવી દીધી હતી.

MIએ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૮૬ રન નોંધાવ્યા હતા. ૧૯૯ રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી MI ની બેટિંગ નિરાશાજનક રહી હતી. સુકાની રોહિત શર્મા અને ઈશાન કિશનની ઓપનિંગ જાેડી વધુ એક વખત ટીમને અપેક્ષા પ્રમાણે શરૂઆત અપાવી શકી ન હતી.

રોહિત શર્માએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી પરંતુ તે મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. જ્યારે ઈશાન કિશન સસ્તામાં આઉટ થઈ ગયો હતો. આ જાેડીએ ૩૧ રનની ભાગીદારી નોંધાવી હતી જેમાં ઈશાન કિશનનું યોગદાન ફક્ત ત્રણ રનનું જ રહ્યું હતું.

રોહિત શર્મા ૧૭ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૨૮ રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં ડેવાલ્ડ બ્રેવિસ અને તિલક વર્માની જાેડીએ બાજી સંભાળી હતી. આ જાેડીએ ૮૩ રનની ભાગીદારી નોંધાવીને ટીમ માટે વિજયની આશા જગાવી હતી. બ્રેવિસે ૨૫ બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી ૪૯ રન ફટકાર્યા હતા.

જ્યારે તિલક વર્માએ ૨૦ બોલમાં ૩૬ રન નોંધાવ્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ તોફાની બેટિંગ કરતા ૩૦ બોલમાં ૪૩ રનની ઈનિંગ્સ રમી હતી જેમાં તેણે એક ચોગ્ગો અને ચાર સિક્સર ફટકારી હતી. જાેકે, આ ત્રણેટ બેટર્સની આક્રમક ઈનિંગ્સ એળે ગઈ હતી.

કેઈરોન પોલાર્ડે ૧૦ અને જયદેવ ઉનડકટે ૧૨ રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ માટે ઓડેન સ્મિથે ચાર, કાગિસો રબાડાએ બે તથા વૈભવ અરોરાએ એક વિકેટ ઝડપી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જાેકે, મુંબઈના બોલર્સ પંજાબની ઓપનિંગ જાેડી પર નિયંત્રણ રાખી શક્યા ન હતા.

સુકાની મયંક અગ્રવાલ અને શિખર ધવનની ઓપનિંગ જાેડીએ તાબડતોબ બેટિંગ કરી હતી. તેમણે ૯.૩ ઓવરમાં જ પ્રથમ વિકેટ માટે ૯૭ રનની ભાગીદારી નોંધાવીને મોટા સ્કોરનો પાયો નાંખ્યો હતો. બંને બેટર પોતાની અડધી સદી પૂરી કરવામાં સફળ રહ્યા હતા. મુરૂગન અશ્વિને મયંક અગ્રવાલને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.

મયંક અગ્રવાલે ૩૨ બોલમાં ૫૨ રન ફટકાર્યા હતા જેમાં છ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. જાેકે, મંયકના આઉટ થયા બાદ પણ શિખરે આક્રમક બેટિંગ જારી રાખી હતી અને જાેની બેરસ્ટો સાથે ૩૦ રનની ભાગીદારી નોંધાવી હતી.

ધવને પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી ૭૦ રનની ઈનિંગ્સ રમી હતી. બેરસ્ટોએ ૧૨ રન નોંધાવ્યા હતા. જ્યારે અંતિમ ઓવર્સમાં જિતેશ શર્મા અને શાહરૂ ખાને આક્રમક બેટિંગ કરીને ટીમના સ્કોરને મોટો બનાવ્યો હતો.

જિતેશ શર્માએ ૧૫ બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી અણનમ ૩૦ રન નોંધાવ્યા હતા જ્યારે શાહરૂખે છ બોલમાં ૧૫ રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે બાસિલ થમ્પીએ બે તથા જયદેવ ઉનડકટ, જસપ્રિત બુમરાહ અને મુરૂગન અશ્વિને એક-એક વિકેટ ઝડપી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.