મરાઠી મુલગી અંકિતા લીલા રંગની સાડીમાં સુંદર લાગી
મુંબઈ, મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. વિકી કૌશલ અને કેટરિના કૈફ ૯ ડિસેમ્બરે લગ્ન કરવાના છે. ત્યારે બીજી તરફ એક્ટ્રેસ અંકિતા લોખંડે પણ ફિઆન્સે વિકી જૈન સાથે સાત ફેરા લેવા જઈ રહી છે.
અંકિતા લોખંડે અને વિકી જૈનના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. વિકી અને અંકિતાએ સોશિયલ મીડિયા પર તેમના પ્રી-વેડિંગ ફંક્શનની ઝલક બતાવી હતી. તેઓ બંને મરાઠી પોશાકમાં જાેવા મળી રહ્યા છે. અંકિતા લોખંડેએ લીલા રંગની સાડી પહેરી હતી જેના પર પિંક બોર્ડર હતી. જ્યારે થનારા દુલ્હા વિકી જૈને સફેદ રંગનો કુર્તો અને પાયજામો પહેર્યો હતો.
અંકિતા સાથેની તસવીરો શેર કરતાં વિકીએ ‘મને અમારાથી પ્રેમ છે પરંતુ પિક્ચર હજી બાકી છે દોસ્તો. વિકી ઉપરાંત અંકિતાએ પણ પ્રી-વેડિંગ ફંક્શનની એક તસવીર શેર કરી હતી. જેમાં તે વિકીના ખોળામાં બેઠેલી જાેવા મળે છે.
તસવીરમાં કપલ ખૂબ ખુશ લાગી રહ્યું છે. તેણે ફોટો શેર કરતાં લખ્યું, ‘પવિત્ર. ઉલ્લેખનીય છે કે, અંકિતા અને વિકીના લગ્ન ૧૪ ડિસેમ્બરે થવાના છે. લગ્નના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે અને તેની શરૂઆત ૧૨ ડિસેમ્બરથી થશે.
સૂત્રોએ અમારા સહયોગી ઈટાઈમ્સને માહિતી આપતાં જણાવ્યું હતું કે, “લગ્નની કંકોત્રીઓ વહેંચાવાની શરૂઆત થઈ ગઈ છે. મહેંદી સેરેમની ૧૨ ડિસેમ્બરે યોજાશે અને ત્યારબાદ સાંજે સગાઈ થશે. ૧૩ ડિસેમ્બરે હલદી સેરેમની થશે અને સાંજે સંગીત યોજાશે.
૧૪ ડિસેમ્બરે સવારે લગ્ન થશે અને સાંજે રિસેપ્શન યોજાશે.” થોડા દિવસ પહેલા જ અંકિતા અને વિકી એકતા કપૂરના ઘરે કંકોત્રી આપવા ગયા હતા. જણાવી દઈએ કે, વિકી અને અંકિતાએ ૨૦૧૭માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.
ગત વર્ષે તેમણે સગાઈ કરી હતી. અંકિતાના લગ્ન વિશે માહિતી આપતાં તેના એક નજીકના મિત્રએ જણાવ્યું હતું કે, “મેરેજના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે. ૧૨થી ૧૪ ડિસેમ્બર સુધી લગ્ન પ્રસંગો ચાલશે. અંકિતાના લગ્નમાં અનેક સેલિબ્રિટીઝ પર્ફોર્મ કરશે જેનું લિસ્ટ ફાઈનલ થઈ રહ્યું છે. બાદશાહ પર્ફોર્મ કરનારા આર્ટિસ્ટમાંથી એક હોઈ શકે છે.”SSS