મરીડા ગામમા ભક્તિ ફળીયામાંથી જુગાર રમતા 11 ઇસમોને ઝડપી પાડ્યા

નડીયાદના મરીડા ગામમા ભક્તિ ફળીયા માંથી જુગાર રમતા ૧૧ ઇસમોને ઝડપી પાડતી એલસીબી.ખેડા
પોલીસ અધિક્ષક ખેડા નડીયાદનાઓએ દારૂ – જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા જીલ્લામાં પ્રોહી / જુગાર પ્રવૃતિ અટકાવવા સારૂ આપેલ સુચનાની અમલવારીના ભાગરૂપે એ.વી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા – નડીયાદ નાઓએ એલ.સી.બી. સ્ટાફને દારૂ / જુગારની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વૉચ તપાસ રાખી દારૂ / જુગારના કેસો શોધી
અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે સુચનાની અમલવારીના રૂપે આજ તા .૦૨ / ૦૯ / ૨૦૨૨ ના રોજ એ.વી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા – નડીયાદ નાઓ સાથે એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ ડી.બી.કુમાવત , હેઙકો.વિનોદકુમાર , અમરાભાઇ , શીવભદ્રસિંહ , ઋતુરાજસિંહ વિગેરે પોલીસ માણસો સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન હેઙકો . ઋતુરાજસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે મરીડા ભક્તિ ફળીયું ખેતરમાં હિમ્મતપુરા વિસ્તાર ખાતે રહેતા નટુભાઇ બચુભાઇ ચૌહાણ નાઓ કેટલાંક ઇસમો ભેગા કરી પોતાના અંગત ફાયદા સારૂ જુગાર રમતા રમાડતો હોવાની માહીતી આધારે સ્થળ ઉપર રેઇડ કરતા કુલ ૧૧ ઇસમો
( ૧ ) નટુભાઇ બચુભાઇ ચૌહાણ ( ૨ ) સૂર્યસિંહ મોહનભાઇ ચૈાહાણ
( ૩ ) ભરતભાઇ વિજયભાઇ ચૈાહાણ ( ૪ ) જયંતીભાઇ બચુભાઇ ચૈાહાણ
( ૫ ) રાજેશભાઇ ઉર્ફે રાજુ રણછોડભાઇ ડાભી ( ૬ ) મહેશભાઇ ઉર્ફે ટ્રેકટર વાળો બધાભાઇ ચૈાહાણ
( ૭ ) સુરેશભાઇ ઉર્ફે ફુલો જેઠાભાઇ ચૈાહાણ ( ૮ ) સુનીલભાઇ ઉર્ફે કમલેશ અરવિંદભાઇ ચૈાહાણ
( ૯ ) પ્રવિણભાઇ ઉર્ફે અનો ગોડાભાઇ ચૈાહાણ ( ૧૦ ) ખોડાભાઇ રણછોડભાઇ પરમાર
( ૧૧ ) કાન્તીભાઇ મંગળભાઇ પરમાર તમામ રહે . મરીડા ગામ ભક્તિ ફળીયા , તા : નડીયાદ જી.ખેડાનાઓને
પત્તા – પાના પૈસાથી હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડી પકડાયેલ તમામ આરોપીઓની અંગ – જડતી માંથી મળી આવેલ રોકડા રૂ .૩૦,૪૦૦ / – તથા દાવ પરથી મળી આવેલ રોકડા રૂ .૮,૮૦૦ / – તથા પત્તા – પાના નંગ -૫૨ કિં.રૂ .૦૦ / ૦૦ તથા ચાદર -૧ કિં.રૂ .૦૦ / ૦૦ ની મળી કુલ્લે રૂ .૩૯,૨૦૦ / – ના જુગારના સાધનો સાથે મળી આવી પકડાયેલ તમામ ઇસમો વિરૂધ્ધ નડીયાદ રૂરલ પો.સ્ટે . જુગારા ધારા કલમ ૧૨ મુજબ હેડકો . ઋતુરાજસિંહ નાઓએ ફરીયાદ આપેલ છે