મરેંગો સિમ્સ હોસ્પિટલે વિશ્વના સૌથી વૃદ્ધ દર્દીની સારવાર કરીને ઈતિહાસ સર્જ્યો
હૃદયરોગના હુમલાનો ભોગ બનેલી અને હૃદયમાં 99 ટકા બ્લોકેજ ધરાવતી 107 વર્ષની મહિલાની એન્જિયોપ્લાસ્ટી અને ડ્રગ ઈલ્યુટિંગ સ્ટેન્ટ દ્વારા સારવાર કરાઈ
દર્દી 107 વર્ષની નાજુક તબિયત ધરાવતી મહિલા છે જેના પુત્રની પણ ભૂતકાળમાં ડૉ. કેયુર પરીખ દ્વારા સારવાર કરવામાં આવી છે
અમદાવાદ, મરેંગો સિમ્સ હોસ્પિટલે વિશ્વના સૌથી વૃદ્ધ દર્દી, મધ્ય પ્રદેશના 107 વર્ષીય મહિલાની એન્જિયોપ્લાસ્ટી દ્વારા તેમના હૃદયની સામાન્ય કામગીરીને પુનઃસ્થાપિત કરીને સારવારમાં ઇતિહાસ રચ્યો છે. Marengo CIMS Hospital creates history by treating the oldest patient in the world
મધ્યપ્રદેશમાં હૃદયરોગનો હુમલો આવ્યા બાદ મહિલા દર્દીને મરેંગો સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં તેની એન્જીયોગ્રાફીમાં હૃદયની ધમનીઓમાં ગંભીર 99% બ્લોકેજ જોવા મળ્યું હતું. ખૂબ જ નાજુક તબિયત ધરાવતી મહિલાએ એક મોટો પડકાર રજૂ કર્યો
જેમાં હૃદયની સ્થિતિને યથાવત કરવા માટે એક પ્રોસીજર હાથ ધરવી જરૂરી બની ગઈ હતી. મરેંગો સિમ્સ હોસ્પિટલે જીવનના 100 વર્ષ પૂરા કરનાર મહિલાની સફળતાપૂર્વક સારવાર કરીને ક્લિનિકલ એક્સીલન્સમાં વધુ એક ઝળહળતો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
પ્રોસીજર પૂરી થયાના ત્રણ જ કલાકની અંદર આ મહિલા ચમત્કારિક રીતે હરતીફરતી થઈ ગઈ હતી. ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ અને મરેંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કેયુર પરીખના નેતૃત્વ હેઠળ અને કાર્ડિયાક એનેસ્થેસિયોલોજીસ્ટ ડો. ચિરાગ શેઠની સહાયતા હેઠળની ટીમે આ સમગ્ર પ્રોસીજર હાથ ધરી હતી.
ડો. પરીખ એન્જિયોપ્લાસ્ટીમાં 37 વર્ષથી વધુનો અનુભવ (અમેરિકા અને ભારતમાં) ધરાવે છે અને તેમની ક્લિનિકલ પ્રેક્ટિસના છેલ્લા 35 વર્ષોમાં સૌથી વધુ એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટ પ્રોસીજર હાથ ધરનાર પ્રેક્ટિશનર્સમાં સ્થાન ધરાવે છે.
આઈસક્રીમ ખાવાના શોખીન જમનાબેન (નામ બદલ્યું છે)ને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે પરિવારને લાગ્યું કે તેમની હૃદયની કથળેલી સ્થિતિ માટે તાત્કાલિક સારવાર કરાવવી પડશે ત્યારે તેમણે તેમને મરેંગો સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં જરાય વિલંબ ન કર્યો.
લગભગ આઠ કલાકની મુસાફરીમાં આ 107 વર્ષની વયની મહિલાને અમદાવાદ લાવવી એ સમગ્ર પરિવારનો સંપૂર્ણ પ્રેમ અને નિશ્ચય હતો. મહિલા દર્દીમાં નબળાઈ હોવા છતાં, કુટુંબને મરેંગો સિમ્સ હોસ્પિટલના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ જ વિશ્વાસ હતો, જ્યાં ક્લિનિકલ એક્સીલન્સ સાથે દરેક દર્દીની શ્રેષ્ઠ સારવાર કરવામાં આવે છે, અને તેઓ તેમના નિર્ણયોમાં ખોટા નહોતા.
મરેંગો સિમ્સ હોસ્પિટલમાં એક દિવસની વયથી માંડીને 107 વર્ષની વયના દર્દીઓની ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરી દ્વારા સારવાર કરવામાં આવી છે અને તે એક અદ્વિતીય રેકોર્ડ છે. સીએબીજી (બાયપાસ સર્જરી) માટે સારવાર કરાયેલ બ્રિટન/કેન્યાની નાગરિકતા સાથે કેન્યાના 90 વર્ષથી વધુની ઉંમરના આંતરરાષ્ટ્રીય દર્દી, જ્હોન વ્હાઇટ (નામ બદલ્યું છે)નો રેકોર્ડ હજુ પણ ભારતમાં અજોડ છે.
જમનાબેનના કિસ્સામાં, પડકારો તેમની વય કરતાં પણ વધુ હતા. રેડિયલ ઇન્ટરવેન્શનલ પ્રક્રિયા માટે દર્દી એટલો તંદુરસ્ત હોવો જોઈએ કે તેના કાંડામાં ડોક્ટરો રેડિયલ આર્ટરી શોધી શકે જે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. મરેંગો સિમ્સ એ ભારતની બહુ ઓછી હોસ્પિટલોમાંની એક છે
જે એક દિવસના બાળકોને નિયમિત કાર્ડિયાક ઇન્ટરવેન્શનથી લઈને એક કિલોના વજન ધરાવતા બાળકો તથા 80-90 વર્ષની ઉંમરના અને હવે તો 100 વર્ષથી વધુ વયના દર્દીઓની કાર્ડિયાક સર્જરી હાથ ધરે છે. આ ઉપરાંત ગુજરાતમાં આ એકમાત્ર સેન્ટર છે જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ તમામ વયજૂથના દર્દીઓમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે.
ડૉ. રાજીવ સિંઘલ, ફાઉન્ડિંગ મેમ્બર, એમડી અને સીઈઓ, મરેંગો એશિયા હેલ્થકેરે જણાવ્યું હતું કે, “મરેંગો એશિયા ‘પેશન્ટ ફર્સ્ટ’નું વિઝન ધરાવે છે અને અમે અમારા દર્દીઓને ક્લિનિકલ એક્સેલન્સ અને વૈશ્વિક કુશળતામાં બહેતર સારવાર સોલ્યુશન્સ અને વધુ સારા પરિણામો લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ.
શતાયુ પૂર્ણ કરેલ દર્દી પર હાથ ધરવામાં આવેલી આ ઈન્ટરવેન્શનલ કાર્ડિયાક પ્રોસેજરે અમને વધુ પ્રોત્સાહિત કર્યા છે કે જે દર્દીઓએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે તેમને આઉટ-ઓફ-બૉક્સ ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે કોઈ મર્યાદાઓ નથી.
અમે ભૂતકાળની જેમ ઉંમર, તબીબી પરિસ્થિતિઓ અને નાણાંકીય અવરોધોના અવરોધોને દૂર કરવાનું અને સમાજમાં વધુ સારું સ્વાસ્થ્ય લાવવાનું ચાલુ રાખીશું. ‘પેશન્ટ ફર્સ્ટ’ના વિઝન સાથે, બધા માટે કિફાયતી અને સુલભ હોય તેવા ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ તથા ઉચ્ચતમ ક્લિનિકલ એક્સીલન્સ સાથે, મરેંગો સિમ્સ સમગ્ર ભારતમાં અને તેની બહારના દર્દીઓ માટે ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ માટે પસંદગીના સ્થળ તરીકે ઝડપથી ઉભરી રહી છે.”
મરેંગો સિમ્સ હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને ચેરમેન ડૉ. કેયુર પરીખે જણાવ્યું હતું કે, “હેલ્થકેર ડિલિવરી માટે ઉંમર ક્યારેય મર્યાદા ન હોવી જોઈએ. ભારતમાં સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે અને સ્ત્રીઓની ઉંમર જાપાન અને નોર્વેની મહિલાઓની અનુક્રમે 74 વર્ષ અને 81 વર્ષની વય સમકક્ષ થઈ છે. હેલ્થકેરના બદલાતા ચહેરા સાથે, અમારો ધ્યેય એ છે કે અમારા વૃદ્ધ દર્દીઓને યુવા દર્દીઓની સમાન હેલ્થકેર ડિલિવરીનું સ્થાન મળે.”
આ દર્દીનો પરિવાર મરેંગો સિમ્સ હોસ્પિટલનો આભારી હતો અને તેમનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અમે ઈચ્છીએ છીએ કે અમારા પરદાદી ઘણા વર્ષો સુધી જીવે. જે દિવસથી અમારા દાદાની એ જ ટ્રીટમેન્ટ માટે મરેંગો સિમ્સ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી અને અમે તેમની રિકવરી જોઈ હતી, અમને ખાતરી હતી કે અમારા પરદાદી પણ ઝડપથી સ્વસ્થ થઈ જશે.”
ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ (IHD) એ એવા દર્દીઓ માટે શબ્દ તરીકે ઉપયોગમાં લેવાય છે જ્યાં હૃદયની ધમનીઓ સાંકડી હોય અને હૃદયને નબળા પાડતા હૃદયના સ્નાયુઓ સુધી ઓછું લોહી અને ઓક્સિજન પહોંચે છે જે આખરે હાર્ટ એટેકમાં પરિણમે છે. ભારતમાં, અભ્યાસ અને સંશોધનનો મુજબ અંદાજે ચારથી પાંચ કરોડ લોકો IHDથી પીડાય છે અને લગભગ 15 – 20% મૃત્યુ માટે IHD જવાબદાર છે.