“મલંગ”નું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર જૂઓ- 26 જૂલાઈએ સોની મેક્સ પર
શાનદાર જોડી, આદિત્ય રોય કપૂર અને દિશા પાટનીની એક્શન, રોમાન્સ, થ્રિલ અને સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ- “મલંગ”
પ્રેમ અને બદલાની ભાવનાથી ભરપૂર રોચક ફિલ્મ “મલંગ” નિહાળવા માટે તૈયાર થઇ જાઓ જેમાં આદિત્ય રોય કપૂર અને દિશા પાટનીની યુવા જોડી પર્યાપ્ત મનોરંજન પ્રદાન કરશે. મોહિત સૂરીના ડાયરેકશનમાં બનેલ આ ફિલ્મમાં આદિત્ય અદ્વૈતની ભૂમિકામાં છે જેમાં બદલો લેવાની ભાવના રહેલી છે. સોની મેક્સ પર આ શ્રેષ્ઠ ફિલ્મનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર 26 જૂલાઈ, 2020ના રોજ બપોરે 12-00 કલાકે થશે. આદિત્ય અને દિશા સાથે અન્ય બે પ્રમુખ ભૂમિકાઓ કરી છે અનિલ કપૂર અને કુણાલ ખેમુએ.
મલંગ ફિલ્મના અભિનેતા કુણાલ ખેમૂ એ જણાવ્યું હતું કે, ” મલંગ મારા માટે ઘણી અલગ ફિલ્મ છે કારણકે આમ મેં જે કર્યું તે અગાઉ ક્યારેય મેં કર્યું ન હતું. મેં આ પ્રકારનું રહસ્યમય ગ્રે કેરેક્ટર અગાઉ ક્યારેય કર્યું ન હતું. ફિલ્મમાં ઘણાં અસંવેદનશીલ પ્રસંગ છે માટે મને આ કેરેક્ટરમાં આવવા માટે ઘણો સમય લાગ્યો. મને આનંદ છે કે ફિલ્મે સારો શેપ લીધો અને દર્શકોએ મારા કેરેક્ટરને સમજ્યું. ફિલ્મને જે પ્રકારે દુનિયાભરમાં સરાહના મળી તેનાથી મારો ઉત્સાહ ખૂબ વધી ગયો. બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન આપ્યા બાદ આ ફિલ્મને ડીજીટલી પણ અપ્રીશિએશન મળ્યું હતું. હવે સોની મેક્સ પર આ ફિલ્મનું વર્લ્ડ ટેલિવિઝન થવા જઈ રહ્યું છે જેનો સીધો અર્થ એ છે કે હજારો- લાખો દર્શકો સુધી આ ફિલ્મ સહજમાં પહોંચી જશે.
આ ફિલ્મ અદ્વૈત (આદિત્ય રોય કપૂર) અને સારા (દિશા પાટની) વચ્ચેની કોમળ પ્રેમવાર્તા છે. તેમની મૂલાકાત થઇ ગોઆમાં અને ત્યારબાદ આ મૂલાકાત પ્રેમમાં ફેરવાઈ ગઈ. પરંતુ કેટલાક લોકો હતાં જેમનો ઈરાદો તેમના પ્રતિ સારો ન હતો. માઈકલ રોડરિગ્સ (કુણાલ ખેમૂ) આવાં લોકોનો આગેવાન હતો. આનાથી આ બંનેનું જીવન બદલાઈ ગયું. આગળ શું થયું એ જોતાં રોમાન્સ અને થ્રિલના કારણે તમે તમારી સીટથી હલી પણ નહિ શકો. ઘટનાઓનો ક્રમ જ કાંઈક એવો છે.
આદિત્ય અને દિશા, અનિલ અને કુણાલની સાથે જે અન્ય કલાકારોએ આ ફિલ્મમાં પોતાની ભૂમિકા આપી છે તે છે- વત્સલ શેઠ, અમૃતા ખાનવિલકર અને શાદ રંધાવા.