મલંગ ફિલ્મને લઇને આદિત્ય રોય આશાવાદી
મુંબઇ, આદિત્ય રોય કપૂર હાલમાં જુદા જુદા કારણોસર ચર્ચામાં છે. પ્રાપ્ત માહિતી મુજબ દિવા ધવનના પ્રેમમાં આદિત્ય રોય કપૂર હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલમાં તે મોહિત શુરીની ફિલ્મ મલંગમાં કામ કરી રહ્યો છે. પોતાની કેરિયરમાં પ્રથમ વખત આદિત્ય રોય કપૂર એક એક્શન હિરોના રોલમાં દેખાઈ રહ્યો છે. તેનું કહેવું છે કે, નકારાત્મક ફિલ્મોની ભૂમિકાને લઇને તે બિલકુલ વિશ્વાસ રાખતો નથી. તે શરૂઆતથી જ એક્શન ફિલ્મો નિહાળતો રહ્યો છે જેમાં આર્નોલ્ડ, સિલ્વેસ્ટરસ્ટેલોન, જિન ક્લાઉડ, જેકી ચાન જેવા અભિનેતાઓની ફિલ્મો તે નિહાળતો રહ્યો છે.
આદિત્ય રોય કપૂરે વર્ષ ૨૦૧૩માં આશિકી-૨ ફિલ્મ સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદથી તે વધુ એક મોટી ફિલ્મની તલાશમાં અવિરતપણે રહ્યો છે. જા કે, તેને કોઇ મોટી ફિલ્મ હાથ લાગી નથી. ગયા વર્ષે કલંક ફિલ્મમાં તે દેખાયો હતો. મલ્ટીસ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. ફિલ્મમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહાની ભૂમિકા હતી. જા કે, આ ફિલ્મ અપેક્ષા કરતા નિષ્ફળ રહી હતી. હવે તે મલંગ ફિલ્મને લઇને આશાવાદી છે. આ ફિલ્મના ગીતો ફિલ્મની રજૂઆત પહેલા જ સુપરહિટ થઇ રહ્યા છે. ફિલ્મમાં તેની સાથે સોશિયલ મિડિયા પર છવાયેલી રહેતી દિશા પટની કામ કરી રહી છે. આ ફિલ્મ ટૂંકમાં જ રજૂ કરવામાં આવનાર છે. આદિત્ય રોય કપૂર પોતે પણ ફિલ્મને લઇને આશાવાદી છે. દિવા ધવન સાથે તેના સંબંધોની ચર્ચા મુદ્દે વાત કરવા માટે તે તૈયાર નથી.