Western Times News

Gujarati News

મલયાલમ ફિલ્મ જલીકટ્ટુની ઓસ્કારમાં સત્તાવાર એન્ટ્રી

મુંબઈ, દર વર્ષે ઑસ્કારમાં ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ અથવા વિદેશી ભાષાની ફિલ્મ કેટેગરી માટે અલગ-અલગ દેશોથી ફિલ્મો મોકલવામાં આવે છે. ભારતથી પણ એક ફિલ્મ મોકલવામાં આવે છે અને આ વર્ષે ભારત તરફથી મલયાલમ ફિલ્મ ‘જલીકટ્ટુ’ આ કેટેગરીમાં ઑફિશિયલ એન્ટ્રી છે. ઑસ્કારમાં જવાથી પહેલા આ ફિલ્મ ભારતીય અને વિદેશી એવૉર્ડ્‌સ જીતી ચુકી છે. આ ફિલ્મનું પ્રીમિયર સૌથી પહેલા ૬ ડિસેમ્બર ૨૦૧૯ના ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું હતુ, જ્યાં આની ઘણી જ પ્રશંસા થઈ હતી. ત્યારબાદ ૪ ઑક્ટોબર ૨૦૧૯ના આને કેરળ રાજ્યમાં રિલીઝ કરવામાં આવી હતી.

આ ફિલ્મ બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત થઈ હતી. ૫૦માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં આ ફિલ્મના ડાયરેક્ટર લિજો જોસ પેલ્લિસેરીને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ફિલ્મને અન્ય એવોર્ડ પણ મળી ચુક્યા છે. કલન વર્કી એક કસાઈ છે જે ભેંસોને કાપે છે. આખું ગામ તેના જ કાપેલા માંસ પર ર્નિભર છે. ત્યારે ત્યાંથી એક ભેંસ ભાગી જાય છે અને પછી તેને પકડવા આખું ગામ લાગે છે. ફિલ્મમાં આ સાથે અનેક સાઇડ સ્ટોરી પણ ચાલે છે, જેમાં ગામની ગરીબી, અશિક્ષા, બેરોજગારી જેવી સમસ્યાઓ પણ ઉઠાવવામાં આવી છે. ફિલ્મમાં એન્ટોની વર્ગીજ, ચેંબન વિનોદ જોસ, સૈંથી બાલાચંદ્રન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.