Western Times News

Gujarati News

મલાઈકાએ શેર કર્યો લંગ્સની મજબૂતી ચકાસવાનો નુસખો

મલાઈકાએ શેર કરેલી અત્યંત સરળ પદ્ધતિથી તમે બેઠા બેઠા ચકાસી શકો છો કે તમારા ફેફસાં કેટલા મજબૂત છે

મુંબઈ: કોરોનાના આ કપરા સમયમાં દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર લોકોની મદદ કરવાનો પ્રયત્ન કરે છે. આવા પ્રયત્નો બોલિવૂડના સ્ટાર્સ પણ કરી રહ્યા છે. અમુક સ્ટાર્સ પૈસા ડોનેટ કરી રહ્યા છે તો અમુક લોકોને હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર મેળવવામાં મદદ કરી રહ્યા છે. બોલિવૂજ દીવા મલાઈકા અરોરા પણ લોકોની મદદ માટે આગળ આવી રહી છે. તે લોકોને જણાવી રહી છે કે ઘરે બેસીને કઈ રીતે ઈમ્યૂનિટી મજબૂત કરી શકાય અને કઈ રીતે ફેફસાની કાળજી રાખી શકાય. નોંધનીય છે કે કોરોના વાયરસ તે લોકોને વધારે નુકસાન નથી પહોંચાડી શકતો જેમની ઈમ્યુનિટી સારી હોય અને જેમના લંગ્સ સ્વસ્થ હોય. તમે જાણતા જ હશો કે કોરોના વાયરસ ફેફસાને જ સૌથી વધારે નુકસાન પહોંચાડે છે.

માટે જ મલાઈકાએ લંગ્સને સ્વસ્થ રાખવા માટે અને ઈમ્યુનિટી વધારવા માટે અમુક ટિપ્સ આપી છે જે તમને પણ કામ લાગી શકે છે. મલાઈકાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં એક વીડિયો છે. આ વીડિયો પ્લે કરશો તો એક બૉલ દેખાશે. તમે વીડિયો પ્લે કરવા માટે ક્લિક કરો તો શ્વાસ રોકી લો. વીડિયો પ્લે થશે અને તેમાં એક બૉલ ઘડિયાળના કાંટાની જેમ ચક્કર લગાવશે.

જાે તમે બે રાઉન્ડ સુધી શ્વાસ રોકી શકો છો તો તમારા ફેફ્સા મજબૂત છે. જાે તમે પાંચ રાઉન્ડ સુધી શ્વાસ રોકી શકો છો તો તમારા ફેફ્સા વધારે મજબૂત છે. આ સિવાય જાે તમે ૧૦ રાઉન્ડ સુધી શ્વાસ રોકી શકો છો તો તમે સુપર હ્યુમન છો. આ પહેલા મલાઈકાએ અનુલોમ વિલોમ પ્રાણાયામનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તેમાં તેણે કહ્યુ હતું કે તમે અનુલોમ વિલોમ ૬ રાઉન્ડથી શરૂ કરી શકો છો અને ૨૧ રાઉન્ડ સુધી લઈ જઈ શકો છો. તમે આ આસનને જમતાના બે કલાક પહેલા અને બે કલાક પછી ચોક્કસપણે કરો.

ઘણાં યોગ નિષ્ણાંતો અનુલોમ વિલોમ કરવાની સલાહ આપતા હોય છે. મલાઈકા અરોરા જણાવે છે કે, તે પોતાની ફિટનેસ જાળવી રાખવા માટે યોગ કરે છે. યોગ સિવાય તે હાઈ ઈન્ટેસિટી વર્કઆઉટ, રનિંગ અને સ્વિમિંગ વગેરે જેવી કસરતો પણ કરે છે. તે માને છે કે વૉક કરવું એ ફિટ રહેવાનો સૌથી સરળ રસ્તો છે. માત્ર ૩૦ મિનિટ દરરોજ ચાલવાથી તમે સ્વસ્થ રહી શકો છો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.