મલાઈકાની લોકોને કોરોના રસીનો ડોઝ લેવા અપીલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Malaika.jpg)
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. અભિનેત્રીએ લીલાવતી હોસ્પિટલની એક તસવીર શેર કરી છે જેમાં તે વેક્સિન લેતી જાેવા મળી રહી છે. તસવીરને થોડા કલાકોમાં ૨ લાખથી વધુ લાઈક્સ અને શેર મળી ગયા છે. તસવીરના કેપ્શનમાં મલાઇકા અરોરાએ લખ્યું, “મેં કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. કારણ કે આપણે બધા આ વાતાવરણમાં સાથે છીએ. તેણે લખ્યું,
ચાલો યોદ્ધાઓ, વાઇરસ સામે આ યુદ્ધ જીતી જઈએ. તમારી રસી પણ બહુ જલ્દી લેવાનું ભૂલશો નહીં. (અમારા ફ્રન્ટલાઈન વોરિયર્સને સલામ, જેઓ ખૂબ ચિંતિત અને સક્રિય હતા અને તેમના ચહેરા પર સ્મિત આપતા રહ્યા હતા. આભાર.) (અને હા, હું વેક્સિનનો ડોઝ લેવા માટે યોગ્ય છું.) તમે જાણો છો કે મુંબઈમાં કોવિડના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં બોલીવૂડની ઘણી હસ્તીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને કેટલાક એવા કિસ્સા પણ નોંધાયા છે કે જેમાં કોવિડનો પહેલો ડોઝ લીધો હતો અને તે પછી પણ તેઓ કોવિડ પોઝિટિવ હોવાનું જણાયું હતું. કોવિડ હોવા છતાં સ્ટાર્સ જાેખમી વાતાવરણમાં કામ અને શૂટિંગ માટે નીકળી રહ્યા છે,
જેના કારણે તેઓએ માટે કોવિડનું જાેખમ વધી ગયું છે. દિગ્ગજ ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ પણ તાજેતરમાં કોરોના રસીનો ડોઝ લીધો હતો અને ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. રોહિતને નાણાવટી હોસ્પિટલમાં જઈને કોરોના વેક્સિન લીધી હતી. અને તસવીર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું, “એક્શન અને સ્ટંટ ફિલ્મો માટે છે, વાસ્તવિક જીવનમાં ખતરો કે ખેલાડી બનવાનો પ્રયત્ન ન કરો. વેક્સિન લગાવો.