મલાઈકા અને અર્જુન કપૂર આ વર્ષના અંત સુધીમાં પરણી જશે

મુંબઈ, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે. તેઓ લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને ત્રણ વર્ષ અગાઉ જ તેઓ પોતાની રિલેશનશિપનો જાહેર સ્વીકાર પણ કરી ચૂક્યાં છે. હાલ ૪૮ વર્ષની મલાઈકા અર્જુન કપૂર કરતાં વયમાં ૧૨ વર્ષ મોટી છે.મલાઈકાનો પુત્ર અરહાન ૧૯ વર્ષનો છે.
મલાઈકાએ ૧૯૯૮માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યાં હતાં. તે પછી ૨૦૧૬માં બંનેએ એકબીજાથી અલગ થઈ જવાની જાહેરાત કરી હતી. મલાઈકા અને અર્જુન કપૂર ત્યારથી રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે. બોલિવુડના સૂત્રોના જણાવ્યા અનુસાર આ યુગલ આગામી નવેમ્બર કે ડિસેમ્બર માસમાં લગ્ન કરી લેવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.
આ લગ્નમાં નજીકના પરિવારજનો અને ખાસ મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે. મલાઈકા કે અર્જુન બંનેમાથી કોઈ બહુ મોટાપાયે ભપકાદાર પ્રસંગ યોજવા ઇચ્છતાં નથી. રણબીર અને આલિયાનાં લગ્નપ્રસંગની જેમ તેઓ પણ લગ્નવિધિ બાદ નજીકના મિત્રોને પાર્ટી આપી શકે છે.
અર્જુન કપૂરની કેરિયર કેટલાય સમચથી ડામાડોળ થઈ ચુકી છે. તેની સંદિપ ઔર પિંકી ફરાર કે સરદાર કા ગ્રાન્ડસન જેવી ફિલ્મો ખાસ વખણાઈ નથી. હવે તેને એક વિલન રિટર્ન્સ અને ભૂતપોલીસ જેવી ફિલ્મોથી પોતાની કારક્રિદી ફરી સ્થિર થવાની આશા છે.HS