મલાઈકા અરોરાએ દીકરાનો ૧૮મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો

મુંબઈ: મલાઈકા અરોરાનો દીકરો અરહાન ખાન આજે ૧૮ વર્ષનો થયો છે. દીકરાના ૧૮મા બર્થ ડેને ખાસ બનાવવા માટે મલાઈકાએ સ્પેશિયલ તૈયારી કરી હતી. અરહાનની ૧૮મી બર્થ ડે પાર્ટીની કેટલીક તસવીરો મલાઈકાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ૧૮ બર્થ ડે સેલિબ્રેશનના ડેકોરેશનની તસવીર શેર કરી છે. એક તસવીરમાં મલાઈકાનો ડોગ કાસ્પર પણ જોવા મળે છે. કાસ્પરની તસ્વીર શેર કરતાં મલાઈકાએ લખ્યું, “ભાઈના બર્થ ડે માટે તૈયાર.
મલાઈકા ઘણીવાર પોતાના દીકરાની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અરહાનના ૧૮મા બર્થ ડે પર મલાઈકાએ તેની સાથેની ખાસ તસવીર શેર કરી છે. આ તસવીર બર્થ ડે પાર્ટીની છે જેમાં અરહાન, મલાઈકા અને કાસ્પર જોવા મળે છે. આ તસવીર શેર કરતાં મલાઈકાએ લખ્યું, “ઓલ માઈન (બધા મારા છે).
આ સિવાય મલાઈકાએ દીકરાના ૧૮મા બર્થ ડે માટે એક ખાસ વિડીયો પણ બનાવ્યો છે. આ વિડીયોમાં જૂની તસવીરો છે જેમાં અરહાન મલાઈકા, પિતા અરબાઝ, માસી અમૃતા અરોરા અને અન્ય લોકો સાથે જોવા મળે છે. આ વિડીયો શેર કરતાં મલાઈકાએ લખ્યું, “અમારો દીકરો ૧૮ વર્ષનો થયો છે. મલાઈકાની બહેન અમૃતા અરોરાએ પણ પોતાના ભાણિયાના બર્થ ડે પર ખાસ પોસ્ટ શેર કરી છે. મલાઈકાએ અરહાન સાથેની વિવિધ તસવીરો શેર કરતાં લખ્યું, “અમારો નંબર વન! રાઈમ અને ક્રાઈમ પાર્ટનર. તું શ્રેષ્ઠ છે બેબી બોય. હંમેશા કારણનો અવાજ બનજે, હેન્ડસમ, રમૂજી, સંવેદનશીલ, ચીડાવતો રહેજે અને અમને તારા વિશે જે કંઈપણ ગમે છે તે જાળવી રાખજે.