Western Times News

Gujarati News

મલાઈકા અરોરાએ પૂર્વ પતિ અરબાઝ ખાનના કર્યા વખાણ

મુંબઈ, મલાઈકા અરોરા તેવી એક્ટ્રેસ છે, જેણે લગ્ન અને ખાસ કરીને બાળક આવ્યા બાદ બોલિવુડમાં કરિયર ખતમ થઈ જાય છે તેવી ગેરમાન્યાને દૂર કરી. એક્ટ્રેસે ૧૯૯૮માં આવેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘દિલ સે’થી ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેણે સોન્ગ ‘છૈયા છૈયા’ પર સ્પેશિયલ પર્ફોર્મન્સ આપ્યું હતું.

આ જ વર્ષે તેણે એક્ટર અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને માત્ર ૨૮ વર્ષની ઉંમરમાં દીકરા અરહાન ખાનની મમ્મી બની હતી, જે હાલ ૧૯ વર્ષનો થઈ ગયો છે.

અરબાઝ અને મલાઈકા ૨૦૧૭માં અલગ થયા હતા, જાે કે કો-પેરેન્ટ તરીકે દીકરાની તમામ જવાબદારીઓ સંભાળી રહ્યા છે. હાલ તે અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. આ સિવાય મલાઈકા અરોરા ઘણા વર્ષથી મોટા પડદા પરથી ગાયબ હોય પરંતુ ટીવી સ્ક્રીન પર તે એક્ટિવ છે.

આ સિવાય તેના ફિટનેસ મંત્રને પણ લાખો ફેન્સ ફોલો કરે છે. હાલમાં હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે વાતચીત કરતાં મલાઈકા અરોરાએ પ્રેગ્નેન્સી, કરિયર અને પૂર્વ પતિ અરબાઝ ખાનના સપોર્ટ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ”તારું કરિયર ખતમ થઈ જશે!’ જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે કેટલાક આમ કહેતા હતા.

તે સમયે લગ્ન બાદ ભાગ્યે જ કોઈ એક્ટ્રેસને તમે સ્ક્રીન પર જાેઈ હશે. પરંતુ સ્વતંત્રતામાં માનતી મહિલાઓ દ્વારા ઉછેર થયો હોવાથી, હું જાણતી હતી કે માતૃત્વનો અર્થ એ છે કે હું વધું એક રોલ સરળતાથી ભજવી શકીશ અને તે જે માનો રોલ! મેં પ્રેગ્નેન્સી દરમિયાન કામ કર્યું હતું.

જ્યારે અરહાનનો જન્મ થયો ત્યારે મેં તેને દુનિયાની તમામ ખુશી આપવાનું વચન આપ્યું હતું. મેં મારીજાતને પણ વચન આપ્યું હતું કે, મમ્મી બનવાની પ્રક્રિયા દરમિયાન હું મારી ઓળખ ગુમાવીશ નહીં. ત્યારથી હું બંને વચન નિભાવી રહી છું. ડિલિવરીના બે મહિના બાદ મેં એવોર્ડ શોમાં પર્ફોર્મ કર્યું હતું. મને મારા પર ગર્વ થયો હતો કારણ કે, અરહાન સાથે રહેવા માટે હું સમયસર ઘરે પણ પહોંચી ગઈ હતી.

માતૃત્વ અને કામ વચ્ચે બેલેન્સ જાળવી શકું છું તે વાતે મને વધારે સશક્ત બનાવી હતી. હકીકતમાં ડિલિવરીના એક વર્ષ પછી મેં કરણને કાલ ધમાલ માટે હા પાડી હતી’. તેણે ઉમેર્યું હતું કે, ‘વર્કિગ મધર હોવાથી હું ઘણીવાર ગિલ્ટી અનુભવતી હતી. તેથી, મેં અરહાન સાથેનો સમય વધારી દીધો હતો. દરરોજ સવારે હું તેના માટે મલયાલમ સોન્ગ ગાતી હતી, જે મારા મમ્મી મારા માટે ગાતા હતા.

તેની સાથે રીડિંગ કરવા માટે હું હંમેશા સમયસર આવી જતી હતી. પરિવાર તરફથી મને ઘણો સપોર્ટ મળતો હતો. અરબાઝ અને મેં કેટલાક નિયમો બન્યા હતા કે, બંનેમાંથી કોઈ એક હંમેશા હાજર રહેશે. કોઈ પણ પેરેન્ટ્‌સ-ટીચર મીટિંગ કે વાર્ષિક ફંક્શનમાં જવાનું ચૂકીશું નહીં. હું હંમેશા તેને સ્કૂલે લેવા અથવા મૂકવા જતી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.