મલાઈકા અરોરાએ વીડિયો કર્યો શેર, ઇમ્યુનિટી બૂસ્ટર વિશેની આપી જાણકારી
મુંબઈ: મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ઇમ્યુનિટી બૂસ્ટર વિશે જણાવી રહી છે. બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાને ઇમ્યુનિટી વધારવા માટે ઘરેલુ ઉપાયો જણાવ્યા છે.
અભિનેત્રી મલાઈકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ઇમ્યુનિટી બૂસ્ટર વિશે જણાવી રહી છે. મલાઈકાએ વીડિયો કેપ્શનમાં લખ્યું હતું કે, આ મેક ઇન ઈન્ડિયા હોમ રેમેડી છે. વર્ષો જૂની ટેસ્ટેડ.
આ સમયમાં કોવિડ ૧૯ ના નામે અને ઇમ્યુનિટી બૂસ્ટર અચાનક જ ઉપલબ્ધ થવા લાગ્યા છે. તેથી આ હમ મેડ ઇમ્યુનિટી બૂસ્ટર બેસ્ટ છે.મલાઈકાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા હોય છે. મલાઈકા અરોરા બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથેના સંબંધને લઇને હંમેશા ચર્ચામાં હોય છે.