Western Times News

Gujarati News

મલાઈકા અરોરાના ઘરે પોલીસ પહોંચતા તર્ક વિતર્ક

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હંમેશા તેની બોલ્ડ તસવીરોને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા જ મલાઈકા તુર્કીમાં વેકેશન માણવા ગઈ હતી અને હવે ત્યાંથી પરત આવી ગઈ છે. તાજેતરમાં જ મલાઈકા અરોરાના ઘરે પોલીસ આવી હતી. પોલીસને આવેલી જાેઈને કેટલાક ફેન્સ ચિંતા કરવા લાગ્યા હતા તો કેટલાકે સલમાન ખાનના ધમકી કેસ સંદર્ભે પૂછપરછ માટે આવી હશે તેવો અંદાજાે લગાવ્યો હતો.

વળી, કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે તેને શું કાંડ કરી દીધો? એવો સવાલ કર્યો હતો. મલાઈકાના ઘરે પોલીસને આવેલી જાેઈને જાતભાતની ચર્ચા શરૂ થઈ છે ત્યારે અહીં તમને જણાવીએ કે પોલીસ શા માટે મલાઈકાના ઘરે આવી હતી.મલાઈકા અરોરા પોતાના બિલ્ડિંગના વેઈટિંગ એરિયામાં પોલીસ સાથે બેસીને વાતો કરતી જાેવા મળે છે. મલાઈકા સોફામાં બેઠી છે જ્યારે અન્ય પોલીસકર્મીઓ ઊભા છે અને તેની સાથે વાત કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં જ ચર્ચા શરૂ થવા લાગી કે આખરે પોલીસ શા માટે આવી હતી? મીડિયા રિપોર્ટ પ્રમાણે, પોલીસ મલાઈકાના ઘરે એક કાર્યક્રમનું આમંત્રણ આપવા આવી હતી. વિડીયોમાં મલાઈકા પોલીસ સાથે વાત કર્યા બાદ લિફ્ટ પાસે જતી દેખાય છે ત્યારે તેના હાથમાં એક કવર પણ જાેવા મળી રહ્યું છે. આ આમંત્રણ પત્રિકા હશે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે.

અમુક સોશિયલ મીડિયા યૂઝર્સે વિડીયો જાેઈને પૂછ્યું, ‘હવે શું નવો કાંડ કરી દીધો?’ વળી, સલમાન ખાનના કેટલાક ફેન્સે મલાઈકા પર પણ નજર રાખવાની સલાહ આપી દીધી. મહત્વનું છે કે, સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ પોલીસે તેમની સુરક્ષા વધારી છે. સોમવારે સલમાનના ઘરે પોલીસ પહોંચી હતી. ત્યારે સાંજે મલાઈકાના ત્યાં પોલીસને આવેલી જાેઈને સોશિયલ મીડિયા યૂઝર્સે બંને બાબતોને જાેડતા દેખાયા હતા.

મલાઈકા અરોરા, ખાન પરિવારની વહુ રહી ચૂકી છે. જાેકે, હકીકત તો એ જ છે કે, પોલીસ કોઈ કાર્યક્રમ માટે મલાઈકાને આમંત્રણ આપવા આવી હતી.પર્સનલ ફ્રંટની વાત કરીએ તો, મલાઈકા અરોરા પોતાની ફિટનેસ અને ફેશન સેન્સ ઉપરાંત બોલિવુડ એક્ટર અર્જુન કપૂર સાથેની પોતાની રિલેશનશીપને લઈને ચર્ચામાં રહે છે. મલાઈકા અને અર્જુન લગભગ ત્રણેક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હવે લગ્નનો વિચાર કરી રહ્યા છે. જાેકે, બંનેમાંથી એકેય પોતાના લગ્ન વિશે કંઈક ખુલીને બોલવા તૈયાર નથી.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.