મલાઈકા અરોરાનો પરિવાર લાલ નાઈટ સૂટમાં જાેવા મળ્યો
મુંબઈ: ફેશનિસ્ટા અને ફિટનેસ પ્રત્યે જાગૃત રહેતી એક્ટ્રેસ મલાઈકા અરોરા ડિસેમ્બર મહિનો શરૂ થયો ત્યારથી જ ઉત્સાહિત હતી. ત્યારે મલાઈકાએ હાલમાં જ પરિવાર સાથે ગોવામાં ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું છે. મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ ક્રિસમસ સેલિબ્રેશનની ઝલક બતાવી છે.
મલાઈકા અરોરાએ શેર કરેલી તસવીરોમાં મલાઈકા, તેના માતાપિતા, બહેન અમૃતા અરોરા, તેનો પતિ અને બાળકો તેમજ મલાઈકાનો દીકરો અરહાન ખાન જાેવા મળે છે. ક્રિસમસ પર આખા પરિવારે લાલ રંગના નાઈટ સૂટમાં ટિ્વનિંગ કર્યું હતું. ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો શેર કરતાં મલાઈકાએ લખ્યું,
“મેરી ક્રિસમસ…પ્રેમ, શાંતિ, સારા સ્વાસ્થ્ય અને સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરીશ. મલાઈકા ઉપરાંત તેની બહેન અમૃતાએ પણ ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. જેમાં અમૃતા માતાપિતા અને બહેન ઉપરાંત પતિ અને બાળકો સાથે પોઝ આપતી જાેવા મળે છે. છેલ્લે એક ફેમિલી ફોટોગ્રાફ છે જેમાં આખો પરિવાર સેન્ટા ક્લોઝ સાથે પોઝ આપે છે. મલાઈકા અને અમૃતાની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેમની બેસ્ટફ્રેન્ડ કરિશ્મા કપૂરે ક્રિસમસની શુભકામના આપી છે.
અમૃતાએ તસવીરો શેર કરતાં લખ્યું, મેરી મેરી ક્રિસમસ શાંતિ, પ્રેમ અને પૃથ્વી પર પ્રકાશ રહે. જણાવી દઈએ કે, મલાઈકા અરોરાએ આ વખતે બોયફ્રેન્ડ અર્જુન કપૂર અને બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર સાથે ધર્મશાળામાં દિવાળી સેલિબ્રેટ કરી હતી. અર્જુન કપૂર અને સૈફ અલી ખાન આગામી ફિલ્મ ‘ભૂત પોલીસ’ના શૂટિંગ માટે ધર્મશાળામાં હતા ત્યારે મલાઈકા અને કરીના પણ ત્યાં પહોંચ્યા હતા. સેલેબ્સની ધર્મશાળા ટ્રીપની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.