Western Times News

Gujarati News

મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથે માલદીવ્સમાં

મુંબઈ, હાલમાં જ ઘણા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું હતું કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે તેમના સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાનું નક્કી કર્યું છે. બંને સાથે ક્રિસમસ ૨૦૨૧ અને ન્યૂ યર ૨૦૨૨ સેલિબ્રિટ કરવાના નથી, કારણ કે તેમની વચ્ચે કંઈ ઠીક ચાલી રહ્યું નથી.

જાે કે, આ બધી અફવાને આરામ આપતા મલાઈકા અને અર્જુન વેકેશન મનાવવા માટે માલદીવ્સ પહોંચી ગયા છે. ત્યાંથી તેઓ તેમના બીચ વેકેશનની તસવીરો ફેન્સ સાથે શેર કરી રહ્યા છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર માલદીવ્સના કોઈ રિસોર્ટમાં રોકાયા છે.

બંનેએ અત્યારસુધીમાં એકબીજા સાથેની કોઈ પણ તસવીર શેર કરી નથી. પરંતુ અર્જુન કપૂરે તેની એક મોનોક્રોમ તસવીરમાં જે કેપ્શન આપ્યું છે, તેના પરથી મલાઈકા પર તેની સાથે હોવાનું સ્પષ્ટ થાય છે. અર્જુને લખ્યું છે ‘જ્યારે તે તમને વેકેશન દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર સ્ક્રોલિંગ કરતા પકડી પાડે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા યૉટમાં પણ બેઠા હતા.

એક્ટરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે માલદીવ્સના દરિયાનો સુંદર નજારો દેખાડી રહ્યો છે. સાથે તેણે લખ્યું છે, ‘વધુ એક દિવસ બીજી તરફ, મલાઈકા અરોરા અલગ-અલગ આઉટફિટમાં દરિયાકિનારે તે ચિલ કરતી હોય તેવી તસવીરો શેર કરી છે.

તેણે પ્રિન્ટેડ વ્હાઈટ ટોપમાં એક સેલ્ફી શેર કરી છે. અન્ય તસવીરમાં તે જિમ વેઅરમાં જાેવા મળી રહી છે. તેના પરથી કહી શકાય કે, વેકેશનમાં પણ તેણે વર્ક-આઉટ રૂટિનમાંથી બ્રેક લીધો નથી. મલાઈકા અરોરાએ અન્ય બે સેલ્ફી શેર કરી છે.

જેમાં તે કાળા અને પીળા કલરની બિકીનીમાં છે. આ તસવીરોમાં તેની ટોન્ડ બોડી દેખાઈ રહી છે. મલાઈકા અરોરા હાલ ગીતા કપૂર અને ટેરેંસ લૂઈસ સાથે રિયાલિટી શો ‘ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર ૨’ જજ કરી રહી છે.

તો અર્જુન કપૂર પાસે રસપ્રદ પ્રોજેક્ટ છે. તે મોહિત સૂરીની ફિલ્મ એક વિલન રિટર્ન્સમાં કામ કરી રહ્યો છે. છેલ્લે તે ભૂત પોલીસમાં જાેવા મળ્યો હતો. જેમાં તેની સાથે સૈફ અલી ખાન, જેક્લિન ફનાર્ન્ડિઝ અને યામી ગૌતમ હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.