મલાઈકા અરોરા ક્રિસમસની આતુરતાથી રાહ જાેઈ રહી છે
મુંબઈ: ફિટનેસ પ્રત્યે જાગૃત રહેતી મલાઈકા અરોરા વર્ષના તેના ફેવરિટ સમય એટલે કે ક્રિસમસ માટે તૈયાર છે. દર વર્ષે મલાઈકા તેના પરિવાર અને ગર્લ ગેંગ સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરે છે. ક્રિસમસ માટે ઉત્સાહિત મલાઈકા સોશિયલ મીડિયા પર તૈયારીઓની તસવીરો શેર કરી રહી છે. હાલમાં જ મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેની ક્રિસમસની તૈયારીઓની ઝલક ફેન્સને બતાવી હતી. મલાઈકાએ શેર કરેલી એક તસવીરમાં દરવાજા પર મિઝલૂટો (હંમેશા લીલું રહેતું પરોપજીવી વૃક્ષ) લટકાવેલું જાેવા મળે છે.
આ ઉપરાંત બીજી તસવીરમાં રેન્ડીઅર અને ક્રિસમસ ટ્રીના આકારની ડિશમાં સ્વાદિષ્ટ ભોજન પીરસેલું જાેવા મળે છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી ડિસેમ્બર મહિનો શરૂ થયો છે ત્યારથી મલાઈકા તેને લગતી કોઈને કોઈ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
હવે ક્રિસમસનો તહેવાર નજીકમાં છે ત્યારે મલાઈકા પૂરા દિલથી તૈયારીઓમાં લાગી છે. જણાવી દઈએ કે, દિવાળી બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ધર્મશાલામાં મનાવીને મલાઈકા મુંબઈ આવી હતી. અર્જુન-મલાઈકાની સાથે એક્ટ્રેસની બેસ્ટફ્રેન્ડ કરીના કપૂર ખાન પણ પતિ સૈફ અને દીકરા તૈમૂર સાથે ધર્મશાલામાં હતી. સેલેબ્સની આ ધર્મશાલા ટ્રીપના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
મહત્વનું છે કે, ભૂત પોલીસ ફિલ્મના શૂટિંગ માટે અર્જુન કપૂર અને સૈફ અલી ખાન અગાઉથી જ ધર્મશાલામાં હતા. ત્યારે મલાઈકા અને કરીના દિવાળી પહેલા ત્યાં પહોંચ્યા હતા. હાલમાં જ મલાઈકાએ પોતાના ઈન્ટાગ્રામ અકાઉન્ટ પર અર્જુન સાથેની ધર્મશાલા ટ્રીપની એક તસવીર શેર કરી હતી.
તસવીરમાં મલાઈકા અર્જુનને ભેટતી જાેવા મળે છે. મલાઈકાએ આ તસવીર શેર કરતાં લખ્યું, જ્યારે તું આસપાસ હોય છે ત્યારે એક ક્ષણ પણ નિરસ નથી લાગતી હાલ મલાઈકા મુંબઈમાં છે અને પોતાના રૂટિનમાં પરત ફરી છે. જિમ અને યોગ સેન્ટર ખુલી ગયા છે ત્યારે મલાઈકા ઘણીવાર યોગ ક્લાસની બહાર જાેવા મળે છે. મલાઈકા ફેન્સને ફિટનેસ ગોલ્સ આપી રહી છે.