મલાઈકા આરોરા શાહરુખ ખાનની બોડી પર થઈ ફિદા
મુંબઇ, બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનને લઈને ચર્ચામાં છે. તેણે પોતાની આગામી ફિલ્મ ‘પઠાણ’ માટે ૮ પેક એબ્સ બનાવ્યા છે, જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ઘણા અભિનેતા અને અભિનેત્રીઓએ તેના નવા લુક્સના વખાણ કર્યા છે. સૌ કોઈ જાણે છેકે, મલાઈકા આરોરા ફિટનેસ માટે કેટલી સજાગ છે. તે ફિટનેસ પર ખુબ જ જાેર આપે છે. અને બધા એ પણ જાણે છેકે, તે હાલ અર્જૂન કપૂર સાથે રિલેશનશિપમાં છે અને એક સમયે તે સલમાન ખાનની ભાભી હતી.
મલાઈકા એક સમયે સલમાનના નાના ભાઈ અરબાઝની પત્ની હતી. પણ હવે બન્યુ કંઈક એવું કે હાલ શાહરૂખ ખાને શર્ટ કાઢીને અંદરની બોડી બતાવી અને મલાઈકા તેના પર ફિદા થઈ ગઈ. તેનાથી ના રહેવાયું તો તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શાહરૂખ ખાનનો ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે જે કેપ્શન આપ્યું છે તેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. મલાઈકાએ કેપ્શનમાં લખ્યું, Uffff ઈન્ટરનલ ફેન ગર્લ.
આ રીતે મલાઈકાએ પોતાને શાહરૂખની સૌથી મોટી ફેન ગણાવી છે. તસવીરમાં જાેઈ શકાય છે કે શાહરૂખ ખાન શર્ટલેસ થઈ તેના ૮ પેક એબ્સ ફ્લોન્ટ કરતો જાેવા મળી રહ્યો છે. ૫૬ વર્ષની ઉંમરે પણ શાહરૂખની મસ્ક્યુલર બોડી જાેઈને ભલભલા યુવાઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય. આ પહેલા સુહાના ખાને પિતા શાહરૂખ ખાનના લુકના વખાણ કર્યા હતા.
ઈન્સ્ટાગ્રામ પર પિતા શાહરૂખની તસવીર શેર કરતી વખતે સુહાનાએ કંઈક એવું લખ્યું જે ખૂબ ચર્ચામાં આવ્યું. તેણે કેપ્શનમાં લખ્યું, ‘મારા પપ્પા ૫૬ વર્ષના છે. ત્યારે આપણે બહાના ન કાઢવા જાેઈએ. શાહરૂખ ખાને પોતાની આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી, જે આ દિવસોમાં ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘શાહરુખ થોડો પણ રોકાઈ જશે તો પણ પઠાણને કેવી રીતે રોકશો એપ્સ અને એબ્સ ઓલ બધુ બનાવી લઈશ. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ ફિલ્મ ‘પઠાણ’થી સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહ્યો છે. તેમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જાેન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે.
આ ફિલ્મ વર્ષ ૨૦૨૩માં ગણતંત્ર દિવસના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા શાહરૂખ ખાન વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળ્યો હતો. જાેકે, આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી.SSS