Western Times News

Gujarati News

મલાઈકા ટાઈટ ડ્રેસ પહેરી મનિષ મલ્હોત્રાના ઘરે પહોંચી

મુંબઈ, બોલિવુડ ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાના ઘરે પાર્ટી થતી રહી છે. તેના ઘરે પાર્ટી યોજાઈ હતી. મનિષ મલ્હોત્રાની હાઉસ પાર્ટીમાં કરણ જાેહર, અનન્યા પાંડે, સીમા ખાન, મહીપ કપૂર, અમૃતા અરોરા તેમજ ગૌરી ખાન સહિતના નજીકના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી મોટાભાગના બ્લેક આઉટફિટ પહેરીને આવ્યા હતા અને સુંદર પણ લાગતા હતા.

જાે કે, આ દરમિયાન કોઈએ ધ્યાન ખેંચ્યું હોય તો તે હતી મલાઈકા અરોરા. મલાઈકા અરોરા મનિષ મલ્હોત્રાના ઘરે બ્લેક કલરનું બોડકોન ગાઉન પહેરીને પહોંચી હતી. જેમાં વચ્ચે નેટ પણ લગાવી હતી. આ સાથે તેણે બ્લેક હાઈ હીલ્સ પહેરી હતી અને મેચિંગ પર્સ પણ કેરી કર્યું હતું.

ન્યૂડ મેકઅપમાં મલાઈકા અરોરા સુંદર લાગતી હતી. મનિષ મલ્હોત્રા ઘરે જેવી મલાઈકા અરોરાની કાર પહોંચી કે તરત જ ફોટોગ્રાફર્સે તેને ઘેરી લીધી હતી. એક્ટ્રેસનો આ દરમિયાનનો વીડિયો સામે આવ્યો છે. મલાઈકાનો ડ્રેસ એટલો ટાઈટ હતો કે તેને નીચે ઉતરવામાં તકલીફ પડતી હતી. નીચે ઉતરીને તરત જ તે પોતાનો ડ્રેસ સરખો કરવામાં લાગી ગઈ હતી. મનિષના ઘરે જતી વખતે પણ તે ડ્રેસ ખેંચતી રહી હતી.

મલાઈકા અરોરા ઘણીવાર પોતાના આઉટફિટને લઈને ચર્ચામાં રહે છે. પાર્ટી હોય કે ગેટ-ટુ-ગેધર તે બોલ્ડ કપડા પહેરવા માટે જાણીતી છે. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, મલાઈકા અરોરા ટૂંક સમયમાં ડાન્સ શો ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર જજ કરતી જાેવા મળશે. જેમાં તેની સાથે ગીતા કપૂર અને ટેરેન્સ લૂઈસ પણ હશે. આ સિવાય તે ફેશન મોડેલ પર આધારિત અન્ય રિયાલિટી શો પણ જજ કરી રહી છે.

આ શોમાં હાલમાં જ તેણે કેવા પુરુષો તેને આકર્ષિત કરે છે તેના વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘મને હકીકતમાં તેવા પુરુષ ગમે છે જે થોડા રફ હોય, મને તેવા પસંદ છે. ક્વીન શેવ કરેલા પુરુષ નથી ગમતા. તેને ભયાનક રીતે ફ્લર્ટ કરતા આવડતું હોય. મને તેવા પુરુષ ગમે જે સારી રીતે કિસ કરી શકતા હોય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.