Western Times News

Gujarati News

મલેશિયાએ પાકિસ્તાનના પાયલટ્‌સ પર પ્રતિબંધ લગાવ્યો

પુત્રાજાયા, યૂરોપિયન યૂનિયન, બ્રિટન અને ખાડી દેશો પછી હવે મલેશિયાએ પણ પાકિસ્તાનના પાયલટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ મલેશિયાએ જાહેર કરેલા નિવેદન માં જણાવ્યું કે, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ એટલે કે પીઆઇએ અંગે જે માહિતી સામે આવી છે, તેનાથી અમે ચિંતિત છીએ. આ પાયલટ્‌સ પર અમે તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવી રહ્યા છીએ.

સીએએએમ અને સીઇઓ કેપ્ટન ચેસ્ટર વૂએ જણાવ્યું કે, અમે આ કેસ પર નજર રાખી રહ્યા હતા. પાકિસ્તાનના એવિએશન મિનિસ્ટર ગુલામ સરવર ખાને પોતે સંસદમાં સ્વીકાર્યું છે કે દેશના ૪૦% પાયલટના લાયસન્સ ખોટા છે. પાકિસ્તાનના ૧૦૭ પાયલટ્‌સ ફોરેન એરલાઈન્સ કંપનીમાં કામ કરે છે.મલેશિયા એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે, પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી અંગે જે વાતો સામે આવી રહી છે, તેમના વિશે ગંભીરતાથી વિચારવું જરૂરી છે. હાલના દિવસોમાં ઘણા દેશોએ પીઆઇએ અને તેના પાયલટ્‌સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમે પણ તાત્કાલિક તેમની ફ્‌લાઈટ્‌સ પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. અમે અમારા સ્તરે પણ ઘણા પાયલટ્‌સના લાઈસન્સની તપાસ કરીશું.

કુવૈત, ઈરાન, જોર્ડન, જેવા દેશ પહેલા જ પીઆઇએ અને પાકિસ્તાનના પાયલટ પર પ્રતિબંધ લગાવી ચુક્યા છે. ત્યારબાદ વિયતનામ અને બ્રિટને પણ આ નિર્ણય કર્યો છે. હવે આ લિસ્ટમાં મલેશિયા પણ સામેલ થઈ ગયું છે.
૨૨ મેના રોજ કરાચીમાં આઇઆઇએનું પ્લેન ક્રેશ થયું હતું. ૨૫ જૂને તેનો તપાસ રિપોર્ટ સંસદમાં રજુ કરાયો હતો. એવિએશન મિનિસ્ટરે કહ્યું કે, દુર્ઘટના પાયલટ્‌સની ભૂલના કારણે સર્જાઈ હતી. તે કોરોના અંગે ચર્ચા કરવામાં લાગેલા હતા પીઆઇએમાં ૮૬૦ પાયલટ છે. ૨૬૨ના લાયસન્સ ખોટા હોવાની શંકા છે. તેમના પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. દેવાદાર થઈ ચુકેલી પીઆઇએની મુશ્કેલીઓમાં હવે વધારો થઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.