Western Times News

Gujarati News

મલેશિયામાં યોજાયેલી ટ્રાયથ્લોનમાં સુરતના મહેશ પ્રજાપતિ વિજેતા

મલેશિયા ખાતે યોજાયેલ  ઇન્ટરનેશનલ આયર્નમેન ટ્રાયથ્લોન હરિફાઇમાં એક માત્ર ગુજરાતી વિજેતા મહેશભાઇ પ્રજાપતિને અભિનંદન આપતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ (Dy. CM of gujarat Nitin Patel) 

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે તાજેતરમાં મલેશિયા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ આયર્નમેન ટ્રાયથ્લોન હરિફાઇમાં (International Trilothon competition in Malasia) એક માત્ર ગુજરાતી વિજેતા મહેશભાઇ પ્રજાપતિને ગુજરાતને (resident of Surat Mahesh Prajapati winner) ગૌરવ અપાવવા બદલ અભિનંદન આપ્યા હતા.

સુરતના વતની શ્રી મહેશભાઇ પ્રજાપતિએ ટ્રાયથ્લોન હરિફાઇમાં ગુજરાતમાંથી એક માત્ર સ્પર્ધક તરીકે ભાગ લઇને વિશ્વમાં સૌથી અઘરામાં અઘરી ટ્રાયથ્લોન સ્પર્ધા ૧૭ કલાકમાં પૂર્ણ કરવાની હોય છે, જે તેમણે ૧૫.૨૫ કલાકમાં પૂર્ણ કરીને એવોર્ડ મેળવ્યો હતો. આ સ્પર્ધામાં વિજેતા બદલ તેમને ‘આયર્નમેન’નું બિરૂદ પ્રાપ્ત થયુ હતું. તેમની કારકિર્દીની બીજી સિદ્ધિ છે. આ સ્પર્ધા મલેશિયાના લંકાવી આયલેન્ડ ખાતે યોજાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રાયથ્લોનમાં ૪ કિ.મી. દરિયાઇ સ્વિમિંગ, ૧૮૦  કિ.મી. સાઇકલીંગ તેમજ ૪૨.૨ કિ.મી. દોડની હરિફાઇ યોજાય છે. શ્રી મહેશભાઇએ ૧.૩૦ કલાકમાં સ્વિમિંગ, ૭.૩૦ કલાકમાં સાઇકલીંગ અને ૫.૫૫ કલાકમાં રનીંગ પૂર્ણ કરીને કુલ ૧૫.૨૫ કલાકમાં ફિનિશ લાઇન ક્રોસ કરીને આર્યનમેનનું બિરૂદ પ્રાપ્ત કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.