લોકડાઉનમાં રૂ.૧૦૦ કરોડનું આર્થિક નુકસાન ભોગવ્યા પછી : ૧પ૦ મલ્ટીપ્લેકસોની ૪પ૦ સ્કીનોમાં ફિલ્મો પ્રદર્શિત થશે
નવી રીલીઝ દિવાળી પછી થશે, માસ્ક ફરજીયાત, ટેમ્પરેચર મપાશે તથા હેન્ડ સેનેટાઈઝ પછી લોકોને પ્રવેશ અપાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, ૧પમી ઓકટોમ્બરથી પ૦ટકા કેપીસીટી સાથે મલ્ટીપ્લેક્સ ખોલવાની મંજૂરી અનલોક-પમાં આપવામાં આવી છે તેને ધ્યાનમાં લેતા મલ્ટીપ્લેક્સના માલિકોએ તૈયારીઓની શરૂઆત કરી દીધી છે.
લોકડાઉનના કારણે મલ્ટીપ્લેક્સોએ રૂ.૧૦૦ કરોડ કરતા વધુનો ધંધો ખોયો છે પરંતુ હવે શરતી મંજૂરી મળતા ફરીથી મલ્ટીપ્લેક્સ ધમધમતા થશે.
જાેકે ઓનલાઈન ટીકીટ ખરીદવા પર કોરોના કાળને કારણે વિશેષ પ્રાધાન્ય અપાશે. કોરોનાને લીધે કેન્દ્ર- રાજય સરકારની ગાઈડલાઈન મુજબ દર્શકોએ શો ના સમય કરતા વહેલુ પહોંચવુ પડશે
તે સાથે તેમણે માસ્ક ફરજીયાત પહેરવુ પડશે. સ્થળ પર એટલે કે મલ્ટીપ્લેક્સ ખાતે તેમનું ટેમ્પરેચર પણ માપવામાં આવશે. જયારે સિનેમા હોલમાં પ્રવેશતા પહેલા હેન્ડસેનીટાઈઝ કરાવવામાં આવશે.
જયારે પિકચર શરૂ થાય તે પહેલા વેઈટીંગ ઝોનમાં પણ સોશિયલ ડીસ્ટન્સીંગનું પુરતુ ધ્યાન રાખવામાં આવશે જાે રાત્રીના કફર્યુ હશે તો નાઈટ શો રાખવામાં આવશે નહિ.
સિનેમાએ મનોરંજન માટે ઉત્તમ સાધન છે અને લોકો મલ્ટીપ્લેકસમાં આવશે ત્યારે તમામ પ્રકારની તકેદારીઓનું ધ્યાન રાખવામાં આવશે.
ગુજરાતમાં ૧પ૦ જેટલા મલ્ટીપ્લેક્સ છે જેમાં ૪પ૦ સ્ક્રીનો આવેલી છે જયારે પ૦ જેટલા સીંગલ સ્ક્રીનવાળા થિયેટર છે
મલ્ટીપ્લેકસમાં માસ્ક ફરજીયાત છે તેમ છતાં જેમની પાસે માસ્ક નથી તેવા બહાના કાઢશે તો તેવા ફિલ્મ રસીયાઓ માટે મલ્ટીપ્લેકસમાં જ માસ્ક ઉપલબ્ધ કરાવાશે જેનો ચાર્જ આપીને તેણે ખરીદવુ પડશે.
પ૦ ટકા સ્ટાફ સાથે મલ્ટીપ્લેકસ તેની કામગીરી હાથ ધરશે ઈતિહાસમાં પ્રથમ વખત ફિલ્મી થિયેટરો આટલો લાંબો સમય બંધ રહયા હશે
પરંતુ કોરોનાને કારણે નવી ફિલ્મો રીલીઝ થશે નહિ તેમ છતાં નવેમ્બરમાં દિવાળી પછી નવી રીલીઝ આવશે જેના કારણે લોકો ફિલ્મો જાેવા મોટી સંખ્યામાં આવશે તેમ મનાય છે.