મસુદને આજે પાકિસ્તાન જેલમુક્ત કરે તેવી શક્યતા
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ નાબુદ કર્યાં બાદ સરકાર દ્વારા અગમચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહયા છે પરંતુ પાડોશી દેશ પાકિસ્તાન કાશ્મીરના મુદ્દે ખૂબ જ આક્રમક બન્યું છે અને આંતરરાષ્ટ્રીય આંતકવાદી જાહેર થયેલા અઝહર મુસદને આજે જેલમાંથી મુકત કરે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહયા છે અને ભારતમાં વ્યાપક પ્રમાણમાં આંતકવાદી હુમલાનું નાપાક ષડયંત્ર ઘડવામાં આવી રહયું છે આ ઉપરાંત રાજસ્થાન સરહદ પર પણ પાકિસ્તાને સૈન્ય ગોઠવી દીધું છે બીજીબાજુ ભારતીય ગુપ્તચર સંસ્થાઓએ પાકિસ્તાનની આ હરકતોને લઈ તમામ રાજય સરકારોને હાઈએલર્ટ રહેવા જણાવ્યું છે. આ ઉપરાંત દેશના મોટા શહેરોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન વિશ્વભરમાં અનેક દેશો સાથે ચર્ચા કરી ટેકો માંગવાનો પ્રયાસ કરી રહયું છે પરંતુ હાલમાં પાકિસ્તાન કાશ્મીર મુદ્દે સાવ એકલુ પડી ગયું છે બીજીબાજુ ભારત હવે પોક માટે પ્રયાસો કરશે તેવી દહેશત વચ્ચે પાકિસ્તાનમાં ભારે ચર્ચા થઈ રહી છે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને ગઈકાલે એલઓસીની મુલાકાત લીધી હતી અને પાકિસ્તાન સૈન્ય્ સાથે સમય વિતાવ્યો હતો બીજીબાજુ આંતરરાષ્ટ્રીય આંતકવાદી તરીકે જાહેર થયેલા અઝહર મસુદને હાલ જેલમાં રાખવામાં આવ્યો છે
પરંતુ આજે ખાનગીરાહે તેને મુકત કરવામાં આવે તેવું ચર્ચાઈ રહયું છે અને તેના મારફતે ભારતમાં આંતકવાદી હુમલા કરવાનું નાપાક ષડયંત્ર પાકિસ્તાને ઘડયું છે કાશ્મીરમાં બે દિવસ પહેલા આંતકવાદીઓએ ગોળીબાર કર્યો હતો પરંતુ સુરક્ષા દળના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરો ઘાલી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યુ છે
ત્યારે હવે દેશના અન્ય રાજયોમાં આંતકવાદી હુમલા માટે ષડયંત્રો રચાઈ રહયા છે. સરહદ ઉપર પાકિસ્તાને આંતકવાદીઓની મોટી ટુકડી તૈનાત રાખી છે અને કોઈપણ સમયે તે ઘુસણખોરી કરી શકે છે પરંતુ તેની સામે ભારતીય જવાનો પણ સતર્ક બનેલા છે. પાકિસ્તાન દ્વારા ઘડાયેલા નાપાક ષડયંત્ર સામે દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
ખાસ કરીને સરહદી વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજસ્થાન સરહદ પર પાકિસ્તાન લશ્કરની હિલચાલ વધવા લાગતા ભારતે પણ રાજસ્થાન સરહદ પર સેનાની વધુ ટુકડીઓને રવાના કરી દીધી છે.